અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારી દોષિત જાહેર, આજીવન કેદની સજા
31 વર્ષ પહેલા વારાણસીના ચેતગંજમાં થયેલી કોંગ્રેસના નેતા અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીની એમપી એમએલએ કોર્ટે આજે ચુકાદો આપ્યો. કોર્ટે બાહુબલી મુખ્તાર અન્સારીને દોષિત ઠેરવ્યો છે.
31 વર્ષ પહેલા વારાણસીના ચેતગંજમાં થયેલી કોંગ્રેસના નેતા અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીની એમપી એમએલએ કોર્ટે આજે ચુકાદો આપ્યો. કોર્ટે બાહુબલી મુખ્તાર અન્સારીને દોષિત ઠેરવ્યો છે. 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસના નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં મુખ્તાર અન્સારીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
આ હત્યાકાંડમાં મુખ્તાર અન્સારીની સાથે પૂર્વ વિધાયક અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ ન્યાયિકનું નામ પણ સામેલ હતું. મુખ્તાર અન્સારીએ આ કેસથી બચવા માટે કોર્ટમાં કેસ ડાયરી જ ગાયબ કરાવી દીધી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ વિધાયક અજય રાયે આ કેસમાં વારાણસીના ચેતગંજ પોલીસ મથકમાં ક્રાઈમ સંખ્યા 229/91 પર મુખ્તાર અન્સારીની સાથે પૂર્વ વિધાયક અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ ન્યાયિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી.
બે આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
મુખ્તાર અન્સારી હાલ બાંદા જેલ અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં કેદ છે. આ હત્યાકાંડમાં નામજદ આરોપી કમલેશ સિંહ અને પૂર્વ વિધાયક અબ્દુલ કલામના મોત થઈ ચૂક્યા છે. જ્યારે પાંચમા આરોપી રાકેશે આ કેસમાં પોતાની ફાઈલ અલગ કરાવી હતી જેનું પ્રયાગરાજ સેશન કોર્ટમાં ટ્રાયલ ચાલે છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અન્સારીને ચાર અન્ય કેસોમાં સજા થઈ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube