Bahraich viral video: દેવીપાટણ મંડળના એક અધિકારીનો કથિત રીતે નશામાં ધૂત થઈને ધમાલ મચાવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બહરાઈચના મહિલા પોલીસકર્મી આગળ પોતાનો રૂઆબ દેખાડતા જોવા મળી રહ્યા છે. જે કહે છે કે મંડળ સ્તરીય અધિકારી છું, જિલ્લા સ્તરની નહીં, કમિશનર સાથે વાત કરીશ. જે મહિલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તે કથિત રીતે દેવીપાટણ મંડળના આસિસ્ટન્ટ લેબર કમિશનર રચના કેસરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો રવિવાર બપોરથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો બહરાઈચ જિલ્લાના પોલીસમથક જરવલ રોડ વિસ્તારનો છે. જેમાં એક મહિલા નશામાં ધૂત થઈને મહિલા પોલીસકર્મી તથા અન્ય પોલીસકર્મીઓ સાથે ચર્ચામાં ઉતરી પડી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા અધિકારીને પોલીસકર્મી કારની પાછળની સીટ પર બેસાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ નશામાં ચૂર મહિલા પોતાને મંડળ સ્તરની અધિકારી ગણાવીને કમિશનર સાથે વાત કરવાનો રૂઆબ બતાવી રહી છે. જરવલ રોડના પોલીસ સ્ટેશન ઈનચાર્જ રાજેશકુમાર સિંહે કહ્યું કે ગત 27 એપ્રિલના રોજ મહિલા અધિકારી પોતે ગાડી ચલાવીને લખનઉથી પોતાની ઓફિસ ગોન્ડા જઈ રહ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube