અલ્મોડાઃ ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅ ઉત્તરાખંડના અલ્મોડામાં ચૂંટણી રેલીમાં સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યુ કે, હું જોઈ રહ્યો છું કે મતદાતા ક્યારેય સારા કામને ભૂલતા નથી, સારા ઇરાદાને ભૂલતા નથી અને ન ક્યારેય સારી નિયતનો સાથ છોડે છે. આ ચૂંટણીને ભાજપથી વધુ જનતા લડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ-અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સંકલ્પને લઈને કામ કરી રહી છે. પરંતુ અમારા વિરોધ કરનારાની ફોર્મ્યુલા છે- સબમે ડાલો ફૂટ, મિલકર કરો લૂટ, દેશમાં કોંગ્રેસની નીતિ રહી છે- સબમેં ડાલો ફૂટ, મિલકર કરો લૂટ.


પ્રધાનમંત્રી મોદીના ભાષણની મોટી વાતો
- હવે ઉત્તરાખંડ વિકાસના શિખર તરફ વધી રહ્યું છે, ઉત્તરાખંડને એક નવી ઓળખ મળી રહી છે. ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે, તે પણ વિકાસની નવી ઉર્જાથી ભરેલું છે. 


- વિરોધીઓએ હંમેશા કુમાઉં અને ગઢવાલની લડાઈ કરાવવાનો પ્રયાસ કર્યો, જેથી આ બંને જગ્યાને લૂંટી શકે. જ્યારે ડબલ એન્જિનની સરકારે બંને જગ્યા માટે ડબલ કામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમારા માટે સંપૂર્ણ ઉત્તરાખંડ દેવભૂમિ છે. 


- રસી પર વાતો કરતા આ લોકો શું કહી રહ્યાં હતા? તે કહેતા હતા કે પહાડો પર એક ગામ સુધી વેક્સીન ન પહોંચી શકે. ઉત્તરાખંડ પર આટલો અવિશ્વાસ છે આ લોકોને. જ્યારે ભાજપ સરકારે ઉત્તરાખંડના લોકોને કોરોનાથી બચાવવા દિવસ રાત મહેનત કરી. 


- આ લોકો કહે છે કે પહાડો પર રસ્તો બનાવવો સરળ નથી, તેથી અહીં ચાલવુ પડે છે. પરંતુ આજે ઉત્તરાખંડમાં ચાર ધામોને જોડવા માટે ઓલ વેધર રોડનું કામ ચાલી રહ્યું છે. જ્યાં આ રસ્તો મુશ્કેલ ગણાવતા હતા, ત્યાં આજે પહાડો પર રેલ પણ પહોંચી રહી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube