ઉત્તરાખંડમાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદ બાદ અહીં નદીઓ ઉછાળા મારી રહી છે. બીજી બાજુ જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડના હરિદ્વારના શ્યામપુર વિસ્તારની કોટાવાલી નદીમાં 50થી વધુ મુસાફરોથી ભરેલી એક બસ નદીમાં તણાતી રહી ગઈ. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર અચાનક વધી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીના અચાનક જળસ્તર વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવ્યો. જેના કારણે બસ નદીમાં વહેવા લાગી. ઉછાળા મારતી નદીની વચ્ચે નદીના  ખાડામાં બસ ફસાઈ ગઈ. બસ નદીમાં ફસાતા જ મુસાફરો ચીસાચીસ કરવા લાગ્યા. કંટ્રોલ રૂમને સૂચના મળા અફરાતફરીમાં ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી. બસ રૂપડિયા ડિપોની હતી અને હરિદ્વાર જઈ રહી હતી. 


બીજી બાજુ ઉત્તરાખંડમાં વરસાદના કારણે 250 જેટલા રસ્તા બંધ છે. કાલીમાટી વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પાણી અને કાટમાળથી ગેરસૈણ નગરથી પાંચ  કિલોમીટર દૂર કાલીમાટી ટીસ્ટેટની નજીક એક સ્કબર વહેવાથી નૈનીતાલ-કર્ણપ્રયાગ હાઈવે ખોરવાયો છે. જેનાથી ગ્રીષ્મકાલીન રાજધાની ગેરસૈલનો સીધો રોડ સંપર્ક કર્ણપ્રયાગ, જિલ્લા મુખ્યાલય ગોપેશ્વર અને દહેરાદૂનથી કપાઈ ગયો છે. 


વાદળ ફાટ્યા, લેન્ડસ્લાઈડ, પિથૌરાગઢમાં 150 મીટર રસ્તો ધોવાયો, ઉત્તરાખંડમાં ફરી વરસાદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube