Uttarakhand ના CM તીરથ સિંહ રાવત કોરોના પોઝિટિવ, PM મોદી સાથે થવાની હતી મુલાકાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ તીરથ સિંહ રાવતે પોતે ઓફિશિયલ ટ્વિટર એકાન્ટથી આ જાણકારી આપી.
દહેરાદૂન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ તીરથ સિંહ રાવતે પોતે ઓફિશિયલ ટ્વિટર એકાન્ટથી આ જાણકારી આપી.
સીએમ તીરથ સિંહ રાવતે ટ્વીટ કરીને કહ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી. ડોક્ટર્સની નિગરાણીમાં મે મારી જાતને આઈસોલેટ કરી છે. તમારામાંથી જે કોઈ છેલ્લા કેટલાક દિવસોમાં મારી નજીક સંપર્કમાં આવ્યા હોવ તો કૃપા કરીને સાવધાની વર્તો અને તમારી તપાસ કરાવો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube