Uttarakhand: CM Tirath Singh Rawat એ કેમ પદ છોડવું પડ્યું? જાણો રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી
તીરથ સિંહ રાવત 115 દિવસ માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન તેમના કામના વખાણ ઓછા અને તેમના નિવેદનોથી વિવાદ વધુ વધ્યો.
દહેરાદૂન: તીરથ સિંહ રાવત 115 દિવસ માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન તેમના કામના વખાણ ઓછા અને તેમના નિવેદનોથી વિવાદ વધુ વધ્યો. ક્યારેક કુંભની ભીડ તો ક્યારેક મહિલાઓના ફાટેલા જીન્સ પહેરવાને લઈને તેમણે આપેલા નિવેદનોથી ભાજપ બેકફૂટ પર આવ્યો.
તીરથ સિંહ રાવતે આપ્યા વિવાદિત નિવેદનો
ભાજપે એક નવા ચહેરા સાથે ત્રિવેન્દ્ર સિંહ રાવતના કાર્યકાળના અસંતોષને ઓછો કરવાની રણનીતિ બનાવી તો લીધી પરંતુ તીરથ સિંહ રાવત ડેમેજ કંટ્રોલ કરવા કરતા પોતાના નિવેદનોના કારણે સરકાર અને પાર્ટી બંનેને નુકસાન પહોંચાડવા લાગ્યા.
કુંભ વિશે કરી હતી આ વાત
સત્તામાં આવતા જ તીરથ સિંહ રાવતની સામે કોરોના કાળમાં કુંભના આયોજનની મોટી જવાબદારી હતી. પરંતુ તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું. તીરથ સિંહ રાવતે કહ્યું કે મા ગંગાની કૃપાથી કુંભમાં કોરોના ફેલાશે નહીં. ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી મોદીની સરખામણી ભગવાન સાથે કરી નાખી. પછી લોકોએ તીરથ સિંહ રાવતનું સંસ્કાર પુરાણ સાંભળ્યું, જેમાં તેઓ ફાટેલું જીન્સ પહેરનારી મહિલાઓને સંસ્કારના પાઠ ભણાવી રહ્યા હતા.
સીએમ તીરથ સિંહ રાવતે જણાવ્યો વધુ રાશન મેળવવાનો ફોર્મ્યૂલા
ત્યારબાદ તીરથ સિંહ રાવતે વધુ રાશન મેળવવા માટે એક એવો ફોર્મ્યૂલા જણાવ્યો કે જેને સાંભળીને ભાજપના નેતાઓએ માથા પકડી લીધા. તેમણે કહ્યું હતું કે કવિડ-19 દરમિયાન વધુ રાશન મેળવવા માટે લોકો બે બાળકોની જગ્યાએ વધુ બાળકો પેદા કરવા હતા. તેમણે કહ્યું કે કોવિડ-19 પ્રભાવિતોને પ્રતિ યુનિટ પાંચ કિલો રાશન આપવામાં આવ્યું અને જેમના 20 બાળકો હતા તેમની પાસે એક ક્વિન્ટલ રાશન આવ્યું. જ્યારે જેમના બે હતા તેમની પાસે ફક્ત 10 કિલોગ્રામ જ આવ્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે જેમના 10 બાળકો હતા તેમને તો 50 કિલોગ્રામ આવ્યું, જેમના 20 હતા તેમને એક ક્વિન્ટલ આવી ગયું. બે હતા તો 10 કિલોગ્રામ આવ્યું. લોકોએ સ્ટોર બનાવી લીધા અને ખરીદાર પણ શોધી લીધા. તેમણે કહ્યું કે આટલા સારા ચોખા તો પહેલા ક્યારેય ખાધા નહતા. અને લોકોને ઈર્ષા થવા લાગી છે કે બે છે તો 10 કિલોગ્રામ મળ્યા અને 20વાળાને એક ક્વિન્ટલ મળ્યા. તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે ભાઈ આમા દોષ કોનો છે? તેણે 20 પેદા કર્યા તો તેને એક ક્વિન્ટલ મળ્યા અને હવે તેમાં બળતરા શેની? જ્યારે સમય હતો ત્યારે બે જ પેદા કર્યા, 20 કેમ નહીં?
ભારતને બ્રિટનની જગ્યાએ અમેરિકાનું ગુલામ ગણાવી દીધુ
તીરથ સિંહ રાવતે ભારતને બ્રિટનની જગ્યાએ અમેરિકાનું ગુલામ ગણાવી દીધુ અને કહ્યું કે કોવિડ-19 એ તેમની શક્તિ પણ ઓછી કરી નાખી. તેમણે કહ્યું કે જ્યાં આપણે 200 વર્ષ સુધી અમેરિકાના ગુલામ હતા, સમગ્ર વિશ્વ પર તેમનું રાજ હતું. ક્યારેય સૂરજ ડૂબતો નહતો એવું કહેતા હતા, પરંતુ આજના સમયમાં તેઓ પણ હલી ગયા છે. રાવતે કહ્યું હતું કે બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે 130-135 કરોડની વસ્તીવાળો ભારત દેશ આજે પણ અન્ય દેશોની સરખામણીએ રાહત મહેસૂસ કરે છે.
આમ તો આ અગાઉ ફાટેલા જીન્સ ઉપર પણ તીરથ સિંહ રાવતના નિવેદને તેમને દેશભરમાં મશહૂર કરી દીધા હતા. ભાજપે તીરથ સિંહ રાવતને ગેમ ચેન્જર સમજીને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમના નિવેદનો તેમની પાર્ટીને ભારે પડવા લાગ્યા.
ફાટેલા જીન્સ પર મચ્યો હતો હોબાળો
તીરથ સિંહ રાવતના મહિલાઓના જે પોષાક પર વિવાદ થયો તે હતું ફાટેલું જીન્સ, તેમણે મહિલાઓના ફાટેલા જીન્સને લઈને ટિપ્પણી કરી હતી. આ દરમિયાન તેમણે એક અનુભવ શેર કરતા કહ્યું કે એકવાર તેઓ પ્લેનથી ક્યાક જઈ રહ્યા હતા. તો એક મહિલાને તેમણે ફાટેલી જીન્સ પહેરેલી જોઈ. તેમની સાથે બે બાળકો પણ હતા. મહિલા એનજીઓ ચલાવતી હતી. જ્યારે પતિ જેએનયુમાં પ્રોફેસર હતા. રાવતે કહ્યું કે આવી મહિલાઓ પોતાના બાળકોને શું સંસ્કાર આપશે.
Uttarakhand: Tirath Singh Rawat એ CM પદેથી આપ્યું રાજીનામું, 4 મહિના પહેલા જ થઈ હતી તાજપોશી
આ બંધારણીય સંકટ જવાબદાર?
જો કે તીરથ સિંહ રાવતનું કહેવું છે કે ઉત્તરાખંડમાં બંધારણીય સંકટ ટાળવા માટે તેમણે રાજીનામું આપ્યું છે. કારણ કે નિયમો મુજબ મુખ્યમંત્રી બનવાના 6 મહિનાની અંદર તેમણે વિધાનસભાના સભ્ય બનવાનું હતું. પરંતુ બંધારણની કલમ 151 મુજબ જો વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બચે તો ત્યાં પેટાચૂંટણી કરાવી શકાય નહીં.
ત્રણ મહિનામાં તીરથ સિંહ રાવત એવો કોઈ જાદુ ચલાવી શક્યા નહીં કે તેમને આગામી ચૂંટણીનો ચહેરો બનાવી શકાય. કહેવાય છે કે તીરથ સિંહ રાવતે વિધાનસભા ચૂંટણી લડવાને લઈને પણ કોઈ ઉત્સુકતા દેખાડી નહીં. પાર્ટીમાં પણ તેમના વિરુદ્ધ વિરોધનો અવાજ તેજ થવા લાગ્યો. હાઈ કમાનને એ ડર સતાવી રહ્યો હતો કે જો વિધાનસભા ચૂંટણી તીરથ સિંહ રાવતની લોકસભા બેઠક ઉપ પણ પેટાચૂંટણી કરાવવી પડત તો પરિણામ અનુકૂળ ન આવત અને કેન્દ્રીય નેતૃત્વની મુશ્કેલીઓ વધી શકે તેમ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube