ઉત્તરાખંડ પર તોળાઈ રહ્યું છે વધુ એક ભયાનક જોખમ! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુર્ઘટનાથી હજુ લોકો બહાર આવ્યા નથી. એવામાં વધુ એક જોખમ સામે આવ્યું છે. ઋષિગંગા ઉપર રૈણી ગામમાં એક અસ્થાયી તળાવ બન્યું છે. હવે જો આ તળાવ તૂટી જાય તો ફરી પૂર આવી શકે છે
દેહરાદુન: ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુર્ઘટનાથી હજુ લોકો બહાર આવ્યા નથી. એવામાં વધુ એક જોખમ સામે આવ્યું છે. ઋષિગંગા ઉપર રૈણી ગામમાં એક અસ્થાયી તળાવ બન્યું છે. હવે જો આ તળાવ તૂટી જાય તો ફરી પૂર આવી શકે છે. જો કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું કહેવું છે અત્યારે જે તળાવની સ્થિતિ છે તેનાથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. ગભરાવાની જરૂરિયાત નથી. સરકારને આ મામલે જાણકારી છે અને તળાવ પર સેટેલાઇટથી નજર રાખવામાં આવી રહી છે.
400 મીટર લાંબું તળાવ
સીએમ રાવત અનુસાર, આ તળાવ આશરે 400 મીટર લાંબું છે, પરંતુ ઉંડાઈનો અંદાજ લગાવી શકાય તેમ નથી. તળાવનું નિર્માણ પણ ઋષિગંગામાંથી આવેલા કાટમાળથી થઇ છે. હાલ તેની ઉંચાઈ 12 મીટર હોવાનું માનવામાં આવે છે. જોકે, તળાવમાં કેટલું પાણી છે તેની સરકારને હજી જાણકારી નથી.
આ પણ વાંચો:- રાહુલ ગાંધીએ પેંગોંગ લેક ડિસએંગેજમેન્ટ પર ઉઠાવ્યો સવાલ, રક્ષા મંત્રાલયે આપ્યો જવાબ
વૈજ્ઞાનિકોની ટીમની પડી હતી નજર
તમને જણાવી દઈએ કે ઋષિગંગામાં આવેલા જોખમ બાદ વૈજ્ઞાનિકોની બે ટીમો બુધવારે અભ્યાસ માટે પહોંચી હતી. ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમના સભ્ય ડો. નરેશ રાણાએ પ્રથમ આ અસ્થાયી તળાવ જોયું હતું. આ અંગે તેમણે વહીવટીતંત્રને માહિતી આપી હતી. ગઢવાલ યુનિવર્સિટીના પ્રોફેસર વાય.પી.સુંદિયલ કહે છે કે પેંગની પાસે હળવા કાંપ છે, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના ભારે કાટમાળે ઋષિગંગાને રોકી છે. જો તે સમયસર ન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:- Tamil Nadu માં મોટી દૂર્ઘટના, ફટાકડા ફેક્ટરીમાં આગથી 11 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવશે
આ મામલાની ગંભીરતા જોઇને સીએમ રાવતે કહ્યું કે વૈજ્ઞાનિકોની ટીમ પણ ત્યાં જઇ રહી છે, ત્યાં કેટલાક લોકોને એર ડ્રોપ કરવામાં આવશે. આ માટે અનુભવી પ્રશિક્ષિત લોકોની શોધ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઋષિગંગામાં પાણી ભરાયા બાદ ઉત્તરાખંડમાં ભારે વિનાશ થયો છે. કેદારનાથ પછી આ પ્રકારનો આ બીજો અકસ્માત છે, જેના કારણે લોકો ડરી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube