નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી મચી ગઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું. પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં પાણી ફેલાવવાની આશંકા છે, જોકે આસપાસના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. આઇટીબીપી, NDRF અને SDRG ની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્રારમાં એલર્ટ છે. ઉત્તરાખંડના CM ત્રિવેંદ્ર સિંહ રાવતે ઘટનાસ્થળ પર પહોંચવાની સ્થિતિની જાણકારી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ITBP એ તપોવન ડેમની પાસે ટનલમાં ફસાયા 16 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. 


PHOTOS: ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય, તબાહીની તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો


 


ઉત્તરાખંડ ફ્લેશ ફ્લડમાં બચાવ કાર્ય ચાલુ છે. એજન્સીઓના સૂત્રોના અનુસાર ઉત્તરાખંડ ત્રાસદીમાં પાણીના તેજ પ્રવાહની અસર હાલ હજુ સુધી ફક્ત શ્રીનગર સુધી જ જોઇ શકાય છે. મેદાન વિસ્તારો જેમકે ઋષિકેશ અને હરિદ્રારમાં હાલ તેના અસરની કોઇ સંભાવના નથી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં થોડીવારમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક થશે જેના લીધે પ્રેંજેટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ બેઠક થશે જેમાં ગૃહ સચિવ અને કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. 


ધૌલીગંગા નદીમાં પૂર
ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના લોકોને હટાવવામાં આવી રહ્યા છે. અનેક ઘરો વહી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોશીમઠ નજીક બંધ તૂટવાના પણ અહેવાલ છે. સમાચાર એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉપરના જળગ્રહણ ક્ષેત્રમાં તૂટેલી હિમશીલાથી આવેલા પ્રલયના કારણે ધૌલગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ઉત્તરાખંડ ગ્લેશિયર તબાહી : મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા રાજકોટના પ્રવાસીઓ સંપર્ક વિહોણા


રાજકોટ તંત્રએ હરિદ્વારના ગુજરાતી સમાજમાં સંપર્ક કર્યો 
તો સાથે જ રાજકોટના તંત્ર દ્વારા હરિદ્વાર ગયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ સાવચેત રહેવા સૂચના આપી છે. રાજકોટના ડીપીઓ પ્રિયાંક સિંઘ હાલ હરિદ્વારમાં સંપર્કમાં છે. હરિદ્વારમાં રહેતા ગુજરાતી સમાજમાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને ક્યાંય બહાર ન જવા અને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું છે. સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. 


મુખ્યમંત્રીએ તત્કાલ મદદ માટે સૂચના આપી 
તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત  તેમજ ઇજાગ્રસ્તોને સારવારમાં સહાયરૂપ થવા વિનંતી કરી છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે. 

હાઇવે પર Accident થતાં Ambulance ને થશે જાણ, જલદી આટલી હાઇટેક બનશે સિસ્ટમ

સતત સ્થિતિનું મોનિટરિંગ-PM મોદી
પીએમ મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તરાખંડની કમનસીબ ઘટનાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આખો દેશ અત્યારે ઉત્તરાખંડની પડખે છે અને દરેકની સલામતી માટે દેશ પ્રાર્થના કરે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત વાત કરી રહ્યો છું અને NDRF ની તૈનાતી, બચાવ અને રાહત કાર્યો પર અપડેટ લઈ રહ્યો છું. 


અમિત શાહે કહ્યું- યુદ્ધના સ્તરે થઈ રહ્યું છે બચાવ કાર્ય
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ઉત્તરાખંડમાં કુદરતી આફતની સૂચના અંગે મે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, DG ITBP, DG NDRF સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. NDRF ની ટીમો બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. દેવભૂમિને દરેક શક્ય મદદ અપાશે. NDRFની કેટલીક ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિ સતત મોનિટર કરી રહ્યા છીએ. 

હવે Driving License માટે નહી આપવો પડે ટેસ્ટ, સરકાર લાવી રહી છે નવો નિયમ


અલકનંદા નદીનો પ્રવાહ સામાન્ય-સીએમ
આ બાજુ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે રાહતના સમાચાર એ છે કે નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. નદીનું જળસ્તર હવે સામાન્યથી એક મિટર ઉપર છે પરંતુ પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ, આફત સચિવ, પોલીસ અધિકારી અને મારી આખી ટીમ આફત કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. 


હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા
ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે અકસ્માત અંગે હેલ્પલાઈન નંબર  બહાર પાડ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે મદદ માટે 9557444486 અને 1070 નંબર પર સંપર્ક કરી શકો છો. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube