દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા  (Kanwar Yatra 2021)  પર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે કાવડ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાવડ યાત્રાને લઈને કહ્યુ હતુ કે, વાત આસ્થાની છે પરંતુ લોકોની જિંદગી પણ દાવ પર છે. ભગવાનને તે પણ સારૂ નહીં લાગે કે જો લોકો કાવડ યાત્રાને કારણે કોવિડથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે. મહત્વનું છે કે આ પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ઉત્તરાખંડ સરકારને કાવડ યાત્રા રદ્દ કરવા માટે પત્ર લખ્યો હતો.


કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
સોમવારે કાવડ યાત્રા (Kanwar Yatra 2021) ના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ હતુ કે પ્રદેશ સરકારે 30 જુનની કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો હતો કે આ વર્ષે કાવડ યાત્રા નહીં યોજાઈ. છતાં અમે વિચારી રહ્યાં છીએ અને જો જરૂર પડશે તો અમે ઉચ્ચસ્તરીય બેઠક કરીશું, પરંતુ લોકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આજે સરકારે સ્પષ્ટતા કરી દીધી કે આ વર્ષે કાવડ યાત્રા યોજાશે નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube