નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી છે. કહેવાયું છે કે આવું તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના ઓર્ડરને માનીને કર્યું છે. આ અગાઉ સોમવારે રાજ્ય સરકારે ચારધામ યાત્રા અંગે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. આ સાથે કહ્યું હતું કે એક જુલાઈથી યાત્રા શરૂ થશે. જ્યારે ઉત્તરાખંડ હાઈકોર્ટે આ યાત્રા પર 7 જુલાઈ સુધી રોક લગાવેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે જે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી તેમાં કહ્યું હતું કે યાત્રાનો પહેલો તબક્કો એક જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ 11 જુલાઈથી યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે. આગળ કહેવાયું કે નેગેટિવ કોરોના રિપોર્ટ પણ જરૂરી રહેશે. રાજ્ય સરકારે મર્યાદિત લોકો સાથે યાત્રાની શરૂઆતની વાત કરી હતી. પરંતુ હવે યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરાઈ છે. 


J&K: જમ્મુમાં ફરી જોવા મળ્યું ડ્રોન, એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી


કોર્ટની સુનાવણી બાદ ઉત્તરાખંડ સરકારના પ્રવક્તા સુબોધ ઉનિયાલે કહ્યું હતું કે તેઓ પહેલા હાઈકોર્ટનો ઓર્ડર વાંચશે અને ત્યારબાદ એવું લાગશે તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. ઉત્તરાખંડના ચારેય ધામોના કપાટ ખુલી ચૂક્યા છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube