Uttarakhand flash Floods : ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ચોમાસાની સિઝન ફરી એકવાર લોકો માટે મોટી આફત બની ગઈ છે... કેમ કે વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં મોટા-મોટા પહાડો તૂટીને રસ્તા પર આવવા લાગ્યા છે. જેના કારણે રસ્તો બંધ થઈ જાય છે અને લોકોની અવરજવર પણ મુશ્કેલી બની જાય છે. ત્યારે ઉત્તરાખંડમાં કેમ પહાડો તૂટવા લાગ્યા છે? અન્ય રાજ્યોમાં પહાડોને શું થયું છે? આ સવાલનો જવાબ જોઈશું આ રિપોર્ટમાં... 


  • પહાડી રાજ્યોમાં તૂટી રહ્યા છે પહાડો.... 

  • વરસાદ પડતાં જ શરૂ થાય છે બેવડી આફત... 

  • ચોમાસામાં લોકોને ડરાવી રહ્યા છે પહાડો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી, હા.. આ એકદમ હકીકત છે.  કેમ કે છેલ્લાં 10 દિવસમાં ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં કુદરતનો ક્રૂર મિજાજ જોવા મળ્યો છે કેમ કે ઠેર-ઠેર મોટા-મોટા પહાડો તૂટી પડવાની ઘટના સામે આવ્યા છે. જેણે લોકોની સાથે સાથે સરકારની ચિંતામાં પણ વધારો કરી દીધો છે.


આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજો