Uttarkashi Bus Accident: યમુના ઘાટીમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકતાં 22 લોકોના મોત થયા છે. આ બસ લગભગ 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. સૂચના મળતાં જ એસડીઆરએફના જવાનોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. એસપી અર્પણ યઘુવંશીએ જણાવ્યું કે ડામટાથી લગભગ 2 કિલોમીટર નૌગાંવ તરફ આ અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હતા. ત્રણ એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube