ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી દેશના પ્રમુખ રાજનેતાઓમાં થાય છે. ઉત્તરાખંડના આંતરીયાળ પહાડી વિસ્તારમાં વસેલા તેમના ગામ અને પરિવારની ચર્ચા પણ ખુબ થતી હોય છે. તેમના નાની બહેન પણ ચર્ચામાં રહેતા હોય છે જેઓ એક ચાની એક નાનકડી દુકાન ચલાવે છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જે કેટલાક પર્યટકોએ માતાના દર્શન દરમિયાન બનાવેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ વીડિયો શેર કરતા લખ્યું કે  કેટલાક દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. તમને શું ખબર કે આટલા દુર્ગમ રસ્તાઓ પર આવતા સ્થાન પર દેશના શક્તિશાળી નેતાઓમાંથી એક એવા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજના સગા બહેન એક નાનકડી ચાની દુકાન ધરાવતા મળી જશે. 


તેમણે લખ્યું કે પર્યટકોએ આ ઘટનાક્રમનો વીડિયો બનાવ્યો અને સમગ્ર વિગતો શેર કરી. વિગતો જોયા અને સમજ્યા બાદ અંતર્મનમાં પીડા પણ છે. તો બીજી બાજુ એ પણ સમજમાં આવી રહ્યું છે કે ખરેખ ઉત્તર પ્રદેશના લોકોનું, આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે જે યુપીને એક વાસ્તવિક કર્મયોગી સ્વરૂપે આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજ જેવા સંત મુખ્યમંત્રી મળ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube