Uttarkashi Bus Accident: ખીણમાં પડતા જ બસના ફૂરચા ઉડી ગયા, અંધારામાં ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, 26 લોકોના મોત
યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા રિખાઉ ખડ્ડુ નજીક એક બસ બેકાબૂ થયા બાદ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા જેમાંથી 28 શ્રદ્ધાળુઓ હતા. અકસ્માતમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા જયારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા.
Uttarkashi Bus Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશિમાં રવિવારે મોટી દુર્ઘટના ઘટી. લગભગ 7 વાગ્યાની આસપાસ યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા રિખાઉ ખડ્ડુ નજીક એક બસ બેકાબૂ થયા બાદ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા જેમાંથી 28 શ્રદ્ધાળુઓ હતા. અકસ્માતમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા જયારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા.
રવિવારે સાંજે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જ્યારે ખાઈમાં ખાબકી ત્યારે બસના ફૂરચા ઉડી ગયા હતા. ચારેબાજુ લાશો વિખરાયેલી જોવા મળી હતી. ઘટનાસ્થળની સ્થિતિ જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આખી રાત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું અને આ દરમિયાન 26 મૃતદેહો મળી આવ્યા. જ્યારે 4 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી ઘટનાસ્થળ લગભગ 80 કિમી દૂર હોવાથી રેસ્ક્યૂ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં પણ સમય લાગ્યો હતો. જેના કારણે પહેલા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ટોર્ચની રોશનીમાં ઘાયલોને રસ્તા કિનારે લાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા હતા. ઘટનાસ્થળના દ્રશ્યો જેણે પણ જોયા તે વિચલિત થઈ ગયા.
કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube