Live: આખરે ટનલમાંથી બહાર આવ્યા 33 મજૂરો, 17 દિવસ બાદ મળી મોટી સફળતા
400 કલાક અને 17 દિવસ પછી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધી પાંચ મજૂરો બહાર આવ્યા છે.
ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ બાદ મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી પાંચ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. મજૂરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.
33 મજૂરો આવી ગયા બહાર
ઉત્તરકાશીની ટનલમાં 12 નવેમ્બરથી અંદર ફસાયેલા 41 મજૂરોમાંથી 33 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ મજૂરોની મેડિકલ તપાસ કરવામાં આવશે. ટનલમાં મેડિકલ ટીમ પણ હાજર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ બહાર આવેલા મજૂરો સાથે મુલાકાત કરી રહ્યાં છે.
અત્યાર સુધી 18 મજૂરો આવ્યા બહાર
અત્યાર સુધી 18 મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના પરિવારજનો ગરમ ચા અને ઠંડીના કપડા લઈને ટનલની અંદર ગયા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube