Uttarkashi Tunnel News: ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. હવે મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેવામાં આવો જાણીએ ત્યાં કઈ રીતે મજૂરો ફસાયા હતા. 12 નવેમ્બરે દરરોજની જેમ ત્યાં મજૂરો કામ કરી રહ્યાં હતા. સવારે 5.30 કલાકે અચાનક ભૂસ્ખલન થવા લાગ્યું. આ દરમિયાન ઘણા મજૂરો બહાર નિકળી ગયા. પછી અચાનક નિર્માણાધીન ટનલનો 60 મીટરનો ભાગ ધરાશાયી થયો અને 41 મજૂરો અંદર ફસાય ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આ મજૂર સિલક્યારા છેડાથી અંગર ગયા હતા. જે સુરંગમાં તે ફસાયા હતા તેનો 2340 મીટરનો ભાગ તૈયાર થઈ ચૂક્યો છે. આ ભાગમાં ભૂસ્ખલન બાદ પહાડનો કાટમાળ 200 મીટરના અંતર પર પડ્યો છે. કાટમાળ આશરે 60 મીટર લંબાઈમાં છે. એટલે કે મજૂર 260 મીટરની ઉપર ફસાયા છે. આ મજૂરોને પાછળ હટવા માટે બે કિલોમીટરનો વિસ્તાર છે. 50 ફૂટ પહોળો રોડ અને બે કિલોમીટરની લંબાઈમાં આ લોકો હરીફરી શકે છે. 


આ રીતે ખુદને તણાવમુક્ત રાખ્યા
અંદર ફસાયેલા મજૂરોને તણાવમુક્ત રાખવા માટે બહારથી તંત્રએ ઘણી રીત અપનાવી હતી. મજૂરોને ટાઈમ પાસ કરવા અને તેને વ્યસ્ત રાખવા માટે લૂડો, પત્તા અને શતરંજ સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા. મજૂરોને તણાવ મુક્ત રાખવા માટે તેને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે મજૂરોને ફોન પર મોકલાવ્યો જેથી તે પોતાના પરિવારો સાથે વાત કરી શકે. શનિવારે મજૂરોને ગેમ રમવા માટે મોબાઈલ પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તે તણાવ મુક્ત રહી શકે.


આ રાજ્યોના રહેવાસી છે ફસાયેલા મજૂર
સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ઘણા લોકો જાણવા ઈચ્છે છે કે આ મજૂરો કયાંના છે. અહીં રહી તેની જાણકારી.


રાજ્યમાં કેટલા કામદારો છે


ઉત્તરાખંડ 2


હિમાચલ પ્રદેશ 1


ઉત્તર પ્રદેશ 8


બિહાર 5


પશ્ચિમ બંગાળ 3


આસામ 2


ઝારખંડ 15


ઓડિશા 5


આ કામદારો ટનલમાં ફસાયા છે


ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ


સબાહ અહેમદ, બિહાર


સોનુ શાહ, બિહાર


મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ


સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ


અખિલેશ કુમાર, યુ.પી


જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ


વીરેન્દ્ર કિસ્કુ, બિહાર


સપન મંડળ, ઓડિશા


સુશીલ કુમાર, બિહાર


વિશ્વજીત કુમાર, ઝારખંડ


સુબોધ કુમાર, ઝારખંડ


ભગવાન બત્રા, ઓડિશા


અંકિત, યુ.પી


રામ મિલન, યુપી


સત્યદેવ, યુ.પી


સંતોષ, યુ.પી


જય પ્રકાશ, યુપી


રામ સુંદર, ઉત્તરાખંડ


મનજીત, યુપી


અનિલ બેડિયા, ઝારખંડ


શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ


સુક્રમ, ઝારખંડ


ટીકુ સરદાર, ઝારખંડ


ગુણોધર, ઝારખંડ


રણજીત, ઝારખંડ


રવિન્દ્ર, ઝારખંડ


સમીર, ઝારખંડ


વિશેષ નાયક, ઓડિશા


રાજુ નાયક, ઓડિશા


મહાદેવ, ઝારખંડ


મુડતુ મુર્મ, ઝારખંડ


ધીરેન, ઓડિશા


ચમરા ઉરાવ, ઝારખંડ


વિજય હોરો, ઝારખંડ


ગણપતિ, ઝારખંડ


સંજય, આસામ


રામ પ્રસાદ, આસામ


વિશાલ, હિમાચલ પ્રદેશ


પુષ્કર, ઉત્તરાખંડ


દીપક કુમાર, બિહાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube