Uttarkashi Tunnel Rescue Update: આગામી 5 મીટર સુધી કોઈ મેટેલિક મટિરિયલ નથી, જલદી શરૂ થશે ડ્રિલિંગ
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલથી હાલ સૌથી મોટા અપડેટ એ છે કે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થવામાં થોડો સમય લાગી શકે છે. કારણ કે રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમે ગઈ રાતે પણ ડ્રિલિંગ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ઓપરેશન દરમિયાન કાલે રાતે ડ્રિલિંગ થઈ શક્યું નહીં. જો કે હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આગામી 5 મીટર સુધી કોઈ મેટેલિક મટિરિયલ નથી, જલદી શરૂ થશે ડ્રિલિંગ
Uttarkashi Tunnel Collapse Latest News: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલથી હાલ સૌથી મોટા અપડેટ એ છે કે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થવામાં થોડો સમય લાગી શકે છે. કારણ કે રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી ટીમે ગઈ રાતે પણ ડ્રિલિંગ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ઓપરેશન દરમિયાન કાલે રાતે ડ્રિલિંગ થઈ શક્યું નહીં. જો કે હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આગામી 5 મીટર સુધી કોઈ મેટેલિક મટિરિયલ નથી, જલદી શરૂ થશે ડ્રિલિંગ.
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂની લેટેસ્ટ અપડેટ
- ઉત્તરકાંશી સુરંગ અકસ્માતમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન તેના અંતિમ પડાવ પર છે. આશા છે કે આજે તમામ મજૂરો સહી સલામત બહાર આવી જશે.
- ટનલની બહાર ડોક્ટરોની પેનલ તૈયાર છે. 41 મજૂરોને બહાર કાઢ્યા બાદ તરત ઈમરજન્સી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. એરલિફ્ટ કરવાની પણ સંપૂર્ણ તૈયારી છે. મજૂરોને બહાર કાઢતી વખતે પાઈપ જો તૂટ્યો તો NDRF પૈડાવાળા સ્ટ્રેચરથી બહાર કાઢશે. બેકઅપ પ્લાન પણ તૈયાર છે.
- અમેરિકી ઓગર મશીને અત્યાર સુધી લગભગ 48 મીટર ડ્રિલિંગ કરીને 800 એમએમ વ્યાસના પાઈપ નાખ્યા છે. જ્યારે મજૂર 60 મીટર દૂર ફસાયેલા છે. એટલે કે હજુ પણ મજૂરોને બહાર કાઢવા માટે 12 મીટરના ખોદકામની જરૂર છે.
- ટનલમાં ફસાયેલા મજૂરો માટે સૌથી મોટી આશાની કિરણ 800 મિલિમીટરની પાઈપ છે. આ એ પાઈપ છે જે મજૂરોને આજે એક સુખનો સુરજ દેખાડશે. આ પાઈપ દ્વારા મજૂરો બહાર આવી શકશે અને તેમાં સૌથી મોટી ભૂમિકા અમેરિકાની ઓગર મશીન નીભાવી રહી છે.
- આ ઓગર મશીને પથ્થરોની છાતી ચીરીને મજૂરો માટે એક નવી જીવનરેખા ખેંચી છે. સરકારના અથાગ પ્રયત્નો અને મજૂરોના બુલંદ જુસ્સાએ એ દેખાડી દીધુ કે આફત અને પથ્થર કોઈ બાધા બની શકે નહીં.
- ઉત્તરકાશીના ટનલમાં છેલ્લા 13 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ડ્રિલિંગ મશીનમાં વારંવાર આવી રહેલી ખરાબીના કારણે રેસ્ક્યૂ ઓપરેશન અનેકવાર રોકવું પડ્યું.
- ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ડ્રોન્સની મદદ પણ લેવામાં આવી રહી છે. ડ્રોન એક્સપર્ટની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ટીમમાં માઈનિંગ એન્જિનિયર, ડ્રોન પાઈલટ, અને જિયોટેક્નિકલ એક્સપર્ટ પણ છે. કંપનીના ઓફિસર આસિફ મુલ્લાએ જાણકારી આપી કે તેમની ટીમે સુરંગની અંદર રડાર સેન્સર, જિયોફિઝિકલ સેન્સર લાગેલા ડ્રોનની મદદથી કાટમાળની અંદરની અડચણોની જાણકારી રેસ્ક્યૂ ટીમને આપી છે. આ એવું ડ્રોન છે જે ગમે ત્યારે કાટમાળની અંદર પૂરું સ્કેનિંગ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube