નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી એક કરોડ આઠ લાખથી વધુ કોવિડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) એ શનિવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કોવિડ વેક્સિન (Corona vaccine) ની કુલ 1,08,38,323 ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓને 72,26,653 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ ડોઝ 63,52,713 લાભાર્થીઓને જ્યારે બીજો ડોઝ 8,73,940 લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી જેટલા લોકોને કોવિડની વેક્સિન આપવામાં આવી છે તેમાં 70.52 લાખ સ્વાસ્થ્યકર્મીઓ અને લગભગ 33.97 લાખ ફ્રંટલાઇન વર્કર્સ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલેરિયાએ ખાનગી-જાહેર ભાગીદારીની જરૂરીયાત વ્યક્ત કરી
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યુ કે, કોરોના મહામારી વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વધારતા તથા સંક્રમણથી મૃત્યુદર ઓછો કરવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપલબ્ધ હથિયાર છે. રસીકરણની દિશામાં હજુ ઘણુ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે, મારૂ માનવુ છે કે કોરોના મહામારી વિરુદ્ધ વ્યાપક રસીકરણ અભિયાન માટે વધુમાં વધુ ખાનગી-જાહેર ભાગીદારીની જરૂરીયાત છે. 


આ પણ વાંચોઃ BJP નેતા પામેલા ગોસ્વામી 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર, કોકીન રાખવાનો છે આરોપ  


હર્ષવર્ધને કરી રસી લગાવવાની અપીલ
આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને નક્કી કાર્યક્રમ પ્રમાણે રસી લગાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પ્રતિરક્ષા પેદા કરવાના તમામ માપદંડોને પૂરા કરી છે. વેક્સિનને લઈને કોઈપણ અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. તેમણે શુક્રવારે કહ્યું હતું કે, રસી લીધા બાદ ગંભીર કે અતિ ગંભીર પ્રભાવનો કોઈ કેસ સામે આવ્યો નથી અને રસીને કારણે કોઈનું મૃત્યુ પણ થયું નથી. 


આ પણ વાંચોઃ Toolkit Case: દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂરી, 23 ફેબ્રુઆરીએ આવશે ચુકાદો


કેરલ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબમાં વધ્યા કેસ
આ વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા 22 દિવસ બાદ શનિવારે પ્રથમવાર કોરોના સંક્રમણના આશરે 14 હજાર નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 100થી વધુ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં છ હજારથી વધુ જ્યારે કેરલમાં આશરે 5 હજાર નવા કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરીથી કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube