નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર ભારતમાં જોવા મળેલ કોરોનાનો B.1.617 વેરિએન્ટ ખુબ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાંતોએ તે પણ સ્વીકાર્યું કે, ભારતમાં મળેલા કોરોના વેરિએન્ટ વિરુદ્ધ વેક્સિન અને કોરોના દર્દીઓની કરવામાં આવી રહેલી સ્વાસ્થ્ય સારવાર તેના પર અસરકારક છે. આ જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ડો. રોડેરિકો એચ ઓફરિને આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે WHOએ કહ્યું હતું કે, કોરોનાનો B.1.617 વેરિએન્ટ પ્રથમવાર ભારતમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો. આ વેરિએન્ટ વાયરસના ઓરિજિનલ વેરિએન્ટની તુલનામાં વધુ સરળતાથી ફેલાઈ છે. કોરોના પર કામ કરી રહેલા ડબ્લ્યૂએચઓના વૈજ્ઞાનિક મારિયા વાન કેરકોવે કહ્યું કે, કોરોનાનું B.1.617 વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેની જાણકારી ઉપલબ્ધ છે. તેમણે તે પણ કહ્યું કે, અમે તેને વૈશ્વિક સ્તર પર ચિંતાના વિષયના રૂપમાં વર્ગીકૃત કરી રહ્યાં છીએ. 


Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય


ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. છેલ્લા ઘણા દિવસથી દેશમાં ચાર લાખ કેસો સામે આવી રહ્યો હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube