જાલના: દેશભરમાં કોરોના રોકથામ માટે ચાલી રહેલો રસીકરણ કાર્યક્રમ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને 100 કરોડ ઉપર ડોઝ અત્યાર સુધીમાં અપાઈ ચૂક્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હજુ પણ કોરોના રસી લેવામાં ખચકાટ છે. મહારાષ્ટ્ર સરકાર બોલીવુડ અભિનેતા સલમાન ખાનની મદદ લેશે જેથી કરીને લોકોને રસી લેવા માટે રાજી કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ
ટોપેએ કહ્યું કે રસી લગાવવાની સંખ્યાના મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રસીકરણની ગતિ ધીમી છે. તેમણે કહ્યું કે 'મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હજુ પણ કેટલોક ખચકાટ છે. અમે મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે રાજી કરવા સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવાનો નિર્ણય લીધો છે.'


બોલીવુડ બ્યૂટી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુસીબતોમાં થયો વધારો!, જાણો શું છે મામલો


તેમણે કહ્યું કે, ધાર્મિક નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓનો ખુબ પ્રભાવ હોય છે અને લોકો તેમને સાંભળે છે. મંત્રીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 10.25 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે અને નવેમ્બરના અંત સુધીમાં તમામ લાયકાતવાળા વ્યક્તિઓને ઓછામાં ઓછો પહેલો ડોઝ મળી જશે. 


ત્રીજી લહેર ગંભીર નહીં હોય
કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા અંગે ટોપેએ કહ્યું કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ મહામારીનું ચક્ર સાત મહિનાનું હોય છે પરંતુ મોટા પાયે રસીકરણના કારણે આગામી લહેર ગંભીર નહીં હોય. તેમણે કહ્યું કે લોકોએ કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને રસી જરૂર લગાવવી જોઈએ જેથી કરીને કોરોના મહામારી સામે લડી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube