નવી દિલ્હી: આખા દેશમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન શરૂ થઇ ગઇ છે. વેક્સીનની ડ્રાઇ રન દરેક રાજ્યની રાજધાનીમાં થશે. રાજ્યોના અંતિમ છેડા સુધી વેક્સીન પહોંચાડવાનો હેતું છે. મળતી માહિતી અનુસાર દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન પ્રક્રિયાનો આ સૌથી મોટો ટેસ્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે વેક્સીનેશનને લઇને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમામને મફતમાં વેક્સીન લગાવવામાં આવશે. 

Corona Vaccine ને લઇને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બધાને મળશે મફતમાં વેક્સીન


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન  (Harsh Vardhan)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કોરોના વેક્સીન 1 કરોડ સ્વાસ્થ્યકર્મી અને 2 કરોડ ફોરોના ફ્રન્ટલાઇન વર્કરને આપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube