Vande Bharat Fare: માત્ર 30 રૂપિયામાં થશે વંદે ભારત ટ્રેનમાં સફર, અંદર મળશે આ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
Vande Bharat Metro Ticket Prices: પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રોને લીલી ઝંડી દેખાડી રવાના કરશે. જાણો કેટલું હશે આ ટ્રેનનું ભાડું...
Vande Bharat Metro Ticket Prices: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ વંદે ભારત મેટ્રો અમદાવાદથી ભુજની યાત્રા કરશે. વંદે ભારત મેટ્રો યાત્રામાં 9 સ્ટેશન પર એવરેજ 2 મિનિટ સ્ટોપ કરતા 5 કલાક 45 મિનિટમાં આ સફર સમાપ્ત કરશે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. વંદે ભારત મેટ્રોના ભાડાની વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના ચેન્નઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા નિર્મિત છે.
Vande Bharat Metro Ticket Prices: 30 રૂપિયા હશે વંદે ભારત મેટ્રોનિ ટિકિટ
દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનની ટિકિટની વાત કરીએ તો તેનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હશે. આ ઉપરાંત, સીઝન ટિકિટ માટેના ભાડા કોષ્ટક મુજબ, વંદે મેટ્રોની એક જ મુસાફરી માટે સાપ્તાહિક, પખવાડિયા (15 દિવસ) અને માસિક સીઝન ટિકિટ અનુક્રમે ₹7, ₹15 અને ₹20 જેટલી વસૂલવામાં આવશે. વંદે ભારત મેટ્રો 3 થી 4 કલાકની કાર્યક્ષમ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરે છે. આ 12 કોચવાળી વંદે ભારત મેટ્રો ટ્રેનમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.
Vande Bharat Metro Ticket Prices: વંદે ભારત મેટ્રો ટ્રેનના ફીચર્સ
વંદે મેટ્રો, એક સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન, તેની અદ્યતન મધ્યમ અંતરની ક્ષમતાઓ સાથે આંતર-શહેરની મુસાફરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. મેટ્રો ટ્રેન જેવા જ ડબલ-લીફ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને સંપૂર્ણ સીલબંધ ફ્લેક્સિબલ ગેંગવે છે જે ધૂળ-મુક્ત, શાંત અને વરસાદ-પ્રૂફ આંતરિક સુનિશ્ચિત કરે છે. ટ્રેનની મોડ્યુલર ડિઝાઇનમાં ઇજેક્ટર-આધારિત વેક્યુમ ઇવેક્યુએશન ટોઇલેટનો સમાવેશ થાય છે, જે પરંપરાગત ઉપનગરીય ટ્રેનો અને મેટ્રો કોચથી નોંધપાત્ર અપગ્રેડ છે.
આ પણ વાંચોઃ IPO માં નથી મળી રહ્યાં શેર તો અપનાવો આ ટિપ્સ, વધી જશે એલોટમેન્ટની સંભાવના
Vande Bharat Metro Ticket Prices: ઝટકા મુક્ત યાત્રા માટે હશે અર્ધ-સ્થાયી કપ્લર્સ
વંદે ભારત ટ્રેનની સમાન અર્ધ-સ્થાયી કપ્લર્સ, ઝટકા મુક્ત યાત્રા અનુભવ પ્રદાન કરે છે. વંદે મેટ્રો યાત્રા સુરક્ષાને વધારવા માટે કવચ ટ્રેન ટક્કર બચાવ સિસ્ટમથી લેસ છે. ટાઈપ-સી અને ટાઈપ-એ આઉટલેટ બંનેની સાથે મોબાઈલ ચાર્જિંગ સોકેટ, સીસીટીવી અને દરવાજાની ઉપર રૂટ-મેપ ઈન્ડિકેટર છે. વીજળી ગુલ થવા દરમિયાન વિઝિબિલિટી બનાવી રાખવા માટે કોચમાં ઇમરજન્સી લાઇટો લગાવવામાં આવી છે. ટોક-બેક સિસ્ટમ યાત્રીકોને ઈમરજન્સી સ્થિતિમાં ડ્રાઇવરની સાથે સંવાદ કરવાની મંજૂરી આપે છે.
Vande Bharat Metro Ticket Prices: વંદે ભારત મેટ્રોનું ટાઈમ ટેબલ
ભુજ-અમદાવાદ વંદે ભારત ટ્રેન (94802) ભુજથી સવારે 5.5 કલાકે પ્રસ્થાન કરશે અને અમદાવાદ સવારે 10.50 કલાકે પહોંચશે. તો અમદાવાદથી ભુજ વંદે ભારત મેટ્રો (94801) અમદાવાદથી સાંજે 5.30 કલાકે ઉપડશે અને રાત્રે 23.10 કલાકે ભુજ પહોંચશે. બંને તરફ વંદે ભારત મેટ્રો અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગ્રધ્રા, વિરમગામ, ચાંદલોડિયા, સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે.