Vande Bharat Express Update: ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ટ્રાયલ રનમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે વંદે ભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગડા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી શરૂ થયું. રેલવે મંત્રી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી શકે છે કે તેજ રફ્તાર ટ્રેનમાં એક ગ્લાસ રાખવામાં આવ્યો છે. હાઈ સ્પીડ હોવા છતાં પણ ગ્લાસમાંથી એક ટીપું પાણી બહાર આવ્યું નથી જે જોઈને તમે પણ દંગ રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં હાલ બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. ત્યારબાદ નવી ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે દોડાવવામાં આવી. હવે ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ થઈ રહી છે. કહેવાય છે કે આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube