Gyanvapi Case: જ્ઞાનવાપી કેસ મુદ્દે મોટા સમાચાર, આજે બપોરે 2 વાગે આવશે કોર્ટનો ચૂકાદો
Biggest Decision on Gyanvapi Masjid: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લઇને અડધો ડઝનથી વધુ કેસ અલગ અલગ કોર્ટમાં પેન્ડીંગ છે, પરંતુ આ કેસ એકદમ ખાસ છે, કારણ કે તત્કાલિન સિવિલ જજ રવિ કુમાર દિવાકરે આ કેસ પર સર્વેનો આદેશ આપ્યો હતો.
Biggest Decision on Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલે (Gyanvapi and Shringar Gauri Case) માં વારાણસી જિલ્લા કોર્ટ આજે (12 સપ્ટેમ્બર) બપોરે 2 વાગે પોતાનો ચૂકાદો સંભળાવશે. જોકે અત્યાર સુધી વારાણસી જિલ્લા કોર્ટ બહાર હલચલ તેજ થઇ ગઇ છે અને જજ કોર્ટ પહોંચી ગયા છે. વારાણસીના જિલ્લા જજ ડો એકે વિશ્વેશ નક્કી કરશે કે જ્ઞાનવાપીનો જે સર્વે (Gyanvapi Survey) નક્કી થયો હતો તે યોગ્ય હતો કે નહી, કારણ કે જ્ઞાનવાપીના કેસની શરૂઆત ત્યાં જ થઇ હતી.
કયા મુદ્દે આવશે ચૂકાદો?
વારાણસી જિલ્લા કોર્ટ (Varanasi District Court) આજે આ મુદ્દે પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે જ્ઞાનવાપીનો કેસ ચાલવા યોગ્ય છે કે નહી? મુસ્લિમ પક્ષની અરજી પર નિર્ણય કરવામાં આવશે, જેમાં મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે જ્ઞાનવાપીનો કેસ 1991 ની પૂજા સ્થળ ખરડાનું ઉલ્લંઘન છે. એટલા માટે આ કેસ ચાલી નહી શકે. જ્યારે, હિંદુ પક્ષે કહ્યું કે જ્ઞાનવાપીનો કેસ 1991 ના ધર્મસ્થાન ખરડો તેના પર લાગૂ થાય છે કે નહી.
કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લઇને અડધો ડઝનથી વધુ કેસ અલગ અલગ કોર્ટમાં પેન્ડીંગ છે, પરંતુ આ કેસ એકદમ ખાસ છે, કારણ કે તત્કાલિન સિવિલ જજ રવિ કુમાર દિવાકરે આ કેસ પર સર્વેનો આદેશ આપ્યો હતો. જેમાં મસ્જિદના વજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો અને આજે પણ પોતાના દાવા પર અડગ છે. તો બીજી તરફ હિંદુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદનું આખું માળખું મંદિરને તોડીને બનાવવામાં આવ્યું છે.
વારાણસીમાં કલમ 144 લાગૂ
જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) પર વારાણસી જિલ્લા કોર્ટના ચૂકાદા પર વારાણસી જ નહી દેશ દુનિયાની નજર મંડાયેલી છે અને એવામાં ચૂકાદો આવતાં પહેલાં વારાણસી પોલીસ એલર્ટ મોડ પર છે. વારાણસીમાં સુરક્ષા આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂકાદાને જોતાં સમગ્ર કાશી શહેરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને કલમ 144 લાગૂ કરી દીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટને લઇને સમગ્ર શહેર પર કંટ્રોલ રૂપથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.
વારાણસી પોલીસ કમિશ્નરે જનતાને કરી અપીલ
ચૂકાદો આવતાં પહેલાં વારાણસી પોલીસ કમિશ્નરે સામાન્ય જનતાને અપીલ કરી છે કે કોઇપણ એવી પોસ્ટની વાતમાં આવશો નહી, જે ધાર્મિક ઉન્માદ ફેલાવે છે. તેમના વિરૂદ્ધ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરો અથવા પછી નજીકના પોલીસ મદદ કેન્દ્રને સૂચના આપો. નહી તો તમે 112 પર ડાયલ કરીને પણ સૂચના આપી શકો છો. તેમણે કહ્યું કે તમામ સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં 24 કલાક કંટ્રોલ રૂમ જોવા મળી રહ્યા છે. કોઇપણ અસામાજિક તત્વોનો સામનો કરવા માટે વારાણસી પોલીસ કમિશ્નર વહિવટી રીતે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.