Gyanvapi Masjid Controversy: જ્ઞાનવાપી મુદ્દો શાંત પડતો જોવા મળી રહ્યો નથી. આજે સુપ્રીમમાં આ મામલે નવી એક અરજી દાખલ થઈ છે. બીજી બાજુ વારાણસીની જિલ્લા કોર્ટમાં બપોરે 1.30 વાગ્યા બાદ સુનાવણી હાથ ધરાશે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સંલગ્ન 6 મામલે આજે મહત્વની સુનાવણી થશે. ડિસ્ટ્રિક્ટર જજ ડો. અજયકૃષ્ણ વિશ્વેશા આ મામલે સુનાવણી કરશે. જે 6 કેસમાં સુનાવણી થવાની છે તેમાં પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વિશેષ કોર્ટ કમિશનર વિશાલ સિંહના રિપોર્ટ સામેલ છે. આ ઉપરાંત માછલીઓના સંરક્ષણ, વુઝુખાનાની દીવાલ તોડવાની માંગણી ઉપર પણ સુનાવણી થશે. આ સાથે જ મુસ્લિમ પક્ષની આપત્તિ કે જેમાં માંગણી કરાઈ છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર જ કોર્ટે વુઝુખાના કે જ્યાં શિવલિંગ મળવાનો દાવો કરાયો તેની સુરક્ષાના નિર્દેશ આપ્યા તેના ઉપર પણ સુનાવણી થશે. બીજી બાજુ શ્રૃંગાર ગૌરી ઉપર રોજ પૂજા અર્ચના કરવાની માંગણી અને હિન્દુ પક્ષની માંગણી છે કે અજ મિશ્રાનો પછીનો રિપોર્ટ પણ દાખલ થવો જોઈએ જેના પર સુનાવણી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાનવાપી મામલો સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટને સોંપી દીધો છે. જેની અગાઉ વારાણસીની નીચલી કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સૌથી પહેલા મસ્જિદ પક્ષના લોકોની દલીલ સાંભળવામાં આવશે જેમાં તેમનું કહેવું છે કે 5 મહિલાઓએ દાખલ કરેલી અરજી મેન્ટેનેબલ નથી. જેમાં મસ્જિદ પક્ષના વકીલ પોતાનો પક્ષ રજૂ કરશે. જિલ્લા જજ તેમની વાત સાંભળ્યા બાદ હિન્દુ પક્ષ પાસે તેમની આપત્તિ જણાવવાનું કહી શકે છે કે પછી સમય પણ આપી શકે છે. 


સુપ્રીમમાં નવી અરજી
અશ્વિની ઉપાધ્યાયે જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદ કમિટીની અરજીને ફગાવવાની માંગણી કરવામાં આવી છે. 


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો મામલો
અત્રે જણાવવાનું કે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં કોર્ટે પોતાના ઓર્ડરમાં પહેલો પોઈન્ટ જ એ રજૂ કર્યો હતો કે પ્રાથમિકતાના આધારે જિલ્લા જજ નિર્ણય કરે કે આ કેસ આગળ ચલાવવા યોગ્ય છે કે નહીં અને ત્યારબાદ હવે સુનાવણીની દિશા પણ નક્કી થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ પક્ષકારોને કોર્ટમાં પહોંચવાનું કહેવાયું હતું. અત્રે જણાવવાનું કે વારાણસીની જિલ્લા કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ વધુ એક શિવલિંગ મળ્યાનો પણ દાવો કરાયો છે. 


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિવિલ કોર્ટે શનિવારે જ્ઞાનવાપી મામલા સંલગ્ન તમામ ફાઈલો અને દસ્તાવેજ ડિસ્ટ્રિક્ટ કોર્ટને સોંપી દીધા હતા. અત્રે જણાવવાનું કે ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેશા ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વારાણસી છે. જે હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાવણી કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube