નવી દિલ્હી : ભારતીય રાજનીતિમાં આ પ્રકારના ઉદાહરણો ઓછા જ જોવા મળે છે, જેમાં નેતા જે કહે કે તેમના પર પણ અમલ કરવામાં આવે. જો કે એક નેતાએ પોતાનાં કહ્યા પર અમલ કરતા રાજનીતિકમાં નવી મિસાલ રજુ કરી છે. ભાજપ સાંસદ વરૂણ ગાંધી અમીર સાંસદો દ્વારા પોતાનું વેતન છોડવાની માંગ કરતા રહ્યા છે. એવું નથી કે તે માત્ર બીજા સાંસદોને વેતન નહી લેવાની સલાહ આપે છે પરંતુ તે પોતે પણ વેતન નથી લઇ રહ્યા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 વરૂણ ગાંધીએ ગત્ત 9 વર્ષથી સાંસદ તરીકે મળનારા વેતનને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે. વેતનનો એક પણ પૈસો હવે પોતાના માટે ઉપયોગ નથી કરતા. વરૂણ ગાંધી સુલ્તાનપુરના સાંસદ છે. તેઓ ઘણીવાર સંસદ સત્રોમાં જનહિતના મુદ્દે ચર્ચા નહી થવા અને સાંસદોના વેતન તથા ભથ્થામાં થનારા વધારા અંગે ચિંતા વ્યક્ત કરતા રહે છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને અપીલ કરી હતી કે આર્થિક રીતે સમ્પન સાંસદો દ્વારા 16મી લોકસભાના બચેલા કાર્યકાળમાં પોતાનું વેતન છોડવા માટે આંદોલન ચાલુ કરે. 

લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં વરૂણ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં અસમાનતા પ્રતિદિવસ વધતી જઇ રહી છે. ભારતમાં એક ટકા અમીર લોકો દેશની કુલ સંપત્તીના 60 ટકાના માલિક છે. ભારતમાં 84 અબજોપતિઓની પાસે દેશની 70 ટકા સંપત્તી છે. આ ખાઇ આપણી લોકશાહી માટે હાનિકારક છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, સ્પીકર મહોદયાને મારૂ નિવેદન છે કે આર્થિક રીતે સંપન્ન સાંસદો દ્વારા 16મી લોકસભાના બચેલા કાર્યકાળમાં પોતાનું વેતન છોડવા માટે આંદોલન ચાલુ કરે. એવી સ્વૈચ્છીક પહેલથી તેઓ ચુંટાયેલા જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા મુદ્દે સમગ્ર દેશમાં એક સકારાત્મક સંદેશ જશે. 


વરૂણ ગાંધીએ આ બાબતે પોતે જ શરૂઆતથી અમલ કરી રહ્યા છે. ગત્ત 9 વર્ષોથી સાંસદ તરીકે વેતન તરીકે મળનારા પૈસાનો તેઓ પોતે ઉપયોગ નથી કરતા પરંતુ વેતનની સંપુર્ણ રકમને ગરીબો પર ખર્ચ કરી દેતા હોય છે. હાલમાં જ તેમણે એક જરૂરિયાતમંદ રામજી ગુપ્તાને અઢી લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. રામજી ગુપ્તાને કેંસરથી જઝુમી રહેલા પોતાનાં પિતાની સારવાર માટે પૈસાની જરૂરિયાત હતી અને તેમણે તેના માટે વરૂણ ગાંધીને આર્થિક મદદની અપીલ કરી હતી. વરૂણ ગાંધીએ રામજી ગુપ્તાની જરૂરિયાતને જોતા તત્કાલ અઢી લાખ રૂપિયાની મદદ આપી હતી.