Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ
આજે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજથી વસંત ઋતુની શરૂઆત પણ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. એટલે જ આજે તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમે વસંત પંચમી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જ બ્રહ્માજીએ માતા સરસ્વતીની ઉત્પતિ કરી હતી. એટલે આજે મા સરસ્વતીની તમામ વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આજે ખાસ મંત્ર સાથે પૂજા કરવી જોઈએ. જાણો કેવી રીતે કરવી જોઈએ પૂજા.
-સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો.
-માતા સરસ્વતીની મૂર્તિ રાખો. ભગવાન ગણેશની પણ સ્થાપના કરો.
-માતા સરસ્વતીની પૂજા કરો. સૌથી પહેલા તેમના આચમન અને સ્નાન કરાવો.
-માતાનો શણગાર કરો. માતાને શ્વેત વસ્ત્ર પસંદ છે એટલે તેમને શ્વેત વસ્ત્ર પહેરાવો.
-પ્રસાદના રૂપમાં ખીર અથવા દૂધથી બનેલી મિઠાઈઓએ લગાવો છો.
-શ્વેત ફૂલ માતાને અર્પણ કરી શકો છો.
-કલમ અને પુસ્તકોનું દાન કરો.
આ મંત્રનો કરો જાપ
'શ્રી હીં સરસ્વત્યૈ સ્વાહા'. આ મંત્રનો જાપ કરવાની અસીમ પુઅમય મળે છે. સાથે જ 'એમમ્બિતમેં નદીતમે દેવીતમે સરસ્વતિ. અપ્રશસ્તા ઈવસ્મસિ પ્રશસ્તિમમ્બ નસ્કૃધિ'. એટલે કે માતૃગણોમાં શ્રેષ્ઠ, નદીઓમાં શ્રેષ્ઠ, દેવીઓમાં શ્રેષ્ઠ હે મા સરસ્વતી અમને જ્ઞાન, ધન અને સંપત્તિ પ્રદાન કરો. આ મંત્રનો જાપ કરવાની જ્ઞાનરૂપી ધનની પ્રાપ્તિ કરે છે. અજ્ઞાનતા સમાપ્ત કરે છે અને દેવી સરસ્વતીની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂરી કરે છે.
વસંત પંચમી પર શું ન કરો
-વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે એટલે આ દિવસે રંગબેરંગી વસ્ત્રો કે પછી વિશેષ કરીને કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. નહીં તો માતા સરસ્વતી નારાજ થઈ શકે છે.
-આજના દિવસે ફૂલ-ઝાડ કાપવાથી, પાકની લણણી કરવાથી કે છોડને કાપવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે આજથી વસંત ઋતુનું આગમન થાય છે. એટલે આજે વૃક્ષો કે છોડ ન કાપવા જોઈએ.
-ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરનું જોઈએ. દેવી સરસ્વતીની પૂજા કર્યા બાદ જ કાંઈક ખાવું જોઈએ.
-વસંત પંચમીના દિવસે અને સરસ્વતી પૂજા સમયે ભૂલથી પણ ક્રોધ ન કરો, ગુસ્સામા કોઈને જેમ તેમ ન બોલો. ઘરમાં કલેશથી પણ બચો. આ દિવસે શુભ વિચારો અને શુભ બોલો.
-ભૂલથી પણ આ દિવસે માંસ, મદિરાનું સેવન ન કરો. બ્રહ્મચર્યનું પાલન કરો. શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનો અનાદર ન કરો.