Vastu Tips: ભૂલેચૂકે આ કામ સાંજે ન કરવું, નહીં તો ઘરમાંથી ધન સંપત્તિ, વૈભવ છીનવાઈ જશે
વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને ઓફિસ સંબધિત કામકાજ અને તેમને કરવાની રીતો વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેથી કરીને યોગ્ય સમયે કરાયેલુ કામ સારા પરિણામ આપે.
નવી દિલ્હી: વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને ઓફિસ સંબધિત કામકાજ અને તેમને કરવાની રીતો વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેથી કરીને યોગ્ય સમયે કરાયેલુ કામ સારા પરિણામ આપે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે. આવું જ એક રોજેરોજ કરાતું કામ છે ઘરની સફાઈ. ધર્મ-જ્યોતિષ મુજબ ઝાડુંમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો ઝાડુંનો ઉપયોગ યોગ્ય રીતે અને યોગ્ય સમયે ન કરવામાં આવે તો ધીરે ધીરે ઘરનો બધો પૈસો જતો રહે છે. વ્યક્તિ ગરીબ થઈ જાય છે. આવો જાણીએ કે ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઝાડું સંબંધિત કઈ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
આ બાબતોનું રાખો ધ્યાન
- ક્યારેય પણ ઝાડુંને પગ ન મારો. જો ભૂલથી પણ પગ ઝાડુંને લાગી જાય તો તેને નમન કરીને માફી માંગો. ક્યારેય કોઈ પણ જાનવરને મારવા કે ભગાડવા માટે ઝાડુંનો ઉપયોગ ન કરો.
- સૂર્યાસ્ત સમયે કે ત્યારપછી ઘરમાં ઝાડું ન વાળો. આમ કરવાથી લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે. જો મજબૂરીમાં સાંજે કે રાતે ઝાડું લગાવવું પડે તો કચરો બહાર ન ફેંકો. બીજા દિવસે સવારે ફેંકો.
- ટૂટેલા ઝાડુંનો ઉપયોગ ક્યારેય ન કરો. આમ કરવું એ સંકટોને આમંત્રણ આપવા જેવું છે. કિચનમાં ક્યારેય ઝાડુંં ન મૂકવું. તેનાથી ઘરના સભ્ય હંમેશા બીમાર રહે છે.
- જો બને તો શનિવારે જ ઝાડુંંની ખરીદી કરવી. ક્યારેય પંચકમાં ઝાડુંં ન ખરીદવું.
- ઝાડુંને હંમેશા આડું કરીને અને છૂપાવીને રાખવું. એવી જગ્યાએ ન રાખવું કે જ્યાં બધાની નજર તેના પર પડે. આ સાથે જ ઝાડુંને તિજોરીથી અડાડીને કે બાથરૂમ-ટોયલેટ પાસે પણ ન રાખવું.
- ઝાડુંને ક્યારેય ગંદા પાણીથી ન ધોવું જોઈએ.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)