જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રા દરમિયાન ટિકિટના સંભવિત દાવેદારોના શક્તિ પ્રદર્શનના પ્રયત્નો વચ્ચે મુખ્યમંત્રીએ શનિવારે કહ્યું કે વિદાનસભા ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ સર્વેના આધારે મળશે. શ્રીગંગાનગર પાસે લાલગઢ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ એવા નેતાને જ મળશે જેનો જનાધાર હશે. જેનું પલડું ભારે હશે અને તેનું આકલન સર્વના આધાર પર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જેને પણ ટિકિટ મળશે તેને બધાએ સાથ આપવો પડશે. જો કે મુખ્યમંત્રીએ એ સ્પષ્ટ ન કર્યું કે આ સર્વે કોણ કરાવશે અને કેવી રીતે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ખેડૂતોની ખુશી માટે કર્યું આ કામ
વસુંધરા રાજેએ શનિવારે કહ્યું કે તેમની સરકારે ખેતરોથી માંડીને બજારો સુધી ખેડૂતોને ખુશ કરવા માટે કામ કર્યુ છે. તેમણે કહ્યું કે પ્રદેશના ખેડૂતોની ખુશહાલીની જવાબદારી અમારી છે. તેમણે આ વિસ્તારના વિકાસ માટે તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કર્યો. 


તેમણે કહ્યું કે હાલની રાજ્ય સરકારે નહેર તંત્રને સુદ્રઢ કરીને ટેલ ક્ષેત્ર સુધીના ખેતરો સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે તેમની સરકારે ખેડૂતો માટે વીજળીના દરો વધાર્યા નથી અને વીજળી માટે 33 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થાનિક ખેલ પ્રતિભાને નિખારવા માટે લાલગઢ જાટાનમાં જલદી હેન્ડબોલ એકેડેમી ખોલવામાં આવશે. 



રાજસ્થાનમાં ભાજપની ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ જાહેર
ભાજપે રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી મેનેજમેન્ટ સમિતિની રચના કરી નાખી છે. પાર્ટી પ્રદેશાધ્યક્ષ મદન લાલ સૈનીને 16 સભ્યોની આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા રચાયેલી આ સમિતિમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ સભ્ય છે. સમિતિમાં બે કેન્દ્રિય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન રામ મેઘવાલને ક્રમશ: સંયોજક અને સહ સંયોજક તરીકે જગ્યા અપાઈ છે.