કોરોના પાર્ટી! કનિકા ઉપરાંત વસુંધરા રાજે, દુષ્યંતસિંહ અને યુપીનાં સ્વાસ્થય મંત્રી સેલ્ફ આઇસોલેટેડ
સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થઇ ચુક્યા છે. કનિકા 15 માર્ચે લંડનથી લખનઉ પરત ફરી હતી. મળતી માહિતી અનુસાર, લખનઉમાં કોંગ્રેસનાં પૂર્વ સાંસદ જતિન પ્રસાદનાં પરિવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કનિકા કપૂરે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) અને તેના પુત્ર દુષ્યંત સિંહ (Dushyant Singh) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કનિકાનાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવવા અંગે વસુંધરા રાજેએ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે સેલ્ફ આઇસોલેશનમાં ગયા હોવાની વાત કરી છે.
નવી દિલ્હી : સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થઇ ચુક્યા છે. કનિકા 15 માર્ચે લંડનથી લખનઉ પરત ફરી હતી. મળતી માહિતી અનુસાર, લખનઉમાં કોંગ્રેસનાં પૂર્વ સાંસદ જતિન પ્રસાદનાં પરિવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કનિકા કપૂરે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) અને તેના પુત્ર દુષ્યંત સિંહ (Dushyant Singh) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કનિકાનાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવવા અંગે વસુંધરા રાજેએ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે સેલ્ફ આઇસોલેશનમાં ગયા હોવાની વાત કરી છે.
Corona પર કાબૂ મેળવવા મ્યુનિસિપલ કમિશનરની મોટી જાહેરાતો, તાત્કાલિક અસરથી બંધ કરાયા પાનના ગલ્લાઓ
વસુંધરાએ પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, થોડા દિવસો પહેલા દુષ્યંત અને તેના સાસરીયાની સાથે હું લખનઉમાં એક ડિનર પર ગયા હતા. કનિકા કપૂર જે #Covid19 સંક્રમિત થઇ છે, તે પણ આ ડિનરમાં અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાવધાની તરીકે હું અને દુષ્યંત સેલ્ફ આઇસોલેશનમાં છીએ અને તમામ જરૂરી નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. યૂપીના સ્વાસ્થય મંત્રી જય પ્રતાપ સિંહે પોતે પણ સેલ્ફ આઇસોલેશનમાં રાખ્યા. જય પ્રતાપનો દાવો એક પારિવારિક આયોજન હતું, જેમાં કનિકા પણ હતી. જય પ્રતાપનો દાવો જે એક પારિવારિક આયોજન હતું, જેમાં કનિકા પણ હતી. પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, આજે મને આ અંગે માહિતી મળી છે. જેથી મે મારી જાતને આઇસોલેટેડ કરી દીધા છે.
Corona : ગુજરાતે વાયરસને ધોબીપછાડ આપવા કસી કમર, લેવાયા 13 મોટા નિર્ણય
ટાઇમ લાઇન...
9 માર્ચે લંડનથી મોડી રાત્રે કનિકા કપુર મુંબઇ પહોંચી
10 માર્ચ સુધી તે મુંબઇમાં જ પોતાના ફ્લેટ પર રોકાઇ હતી
11 માર્ચે કનિકા કપુર લખનઉ ખાતે પહોંચી હતી.
13 માર્ચે અંગત પાર્ટીમાં તે હાજર રહી હતી.
15 માર્ચે ખાનગી પાર્ટીમાં જોડાઇ, ડાલીબાગમાં અહેમદ અકબર ડંપીનાં ઘરે પાર્ટી થઇ હતી. આ પાર્ટીમાં વસુંધરા રાજે, દુષ્યંત સિંહ અને યૂપીના સ્વાસ્થય મંત્રી જયપ્રતાપ સિંહ પણ જોડાયા હતા.
18 માર્ચે તાવ, સામાન્ય ઉધરસ, નાકમાંથી પાણી શરૂઆતી લક્ષણો જોવા મળ્યા હતા કેજીએમયુમાં ચેકઅપ માટે દાખલ કરવામાં આવી
20 માર્ચે કોરોના પોઝીટીવ આવ્યા બાદ આઇસોલેશનમાં લખનઉનાં પીજીઆઇ હોસ્પિટલમાં રાખવામાં આવી
કાલે 3-4 પાર્ટીમાં હાજર રહી હતી, કનિકા કપુર 300-400 લોકોના સંપર્કમાં આવી હતી. કનિકા કપુરનાં લખનઉના ઘરે તેનાં માતા-પિતા, દાદી સહિત 2 નોકર રહે છે. એટલે કે કુલ 6 લોકો કનિકાના ઘરમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube