• VDA રિવાઇઝ કરી લઘુત્તમ વેતનમાં વધારો કર્યો, ૧ ઓક્ટોબરથી અમલ

  • સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો, હવે દૈનિક ૭૮૩રૂ.મળશે

  • સતત વધી રહેલા ભરણ-પોષણ ખર્ચને જોતા શ્રમિકોની મદદ માટે સરકારનો નિર્ણય


Modi Govt Minimum Wage Hike: દિવાળી 2024 પહેલાં કેન્દ્રની મોદી સરકારે મજૂરો એટલેકે, શ્રમિકોને મોટી ભેટ આપી છે. સરકારે શ્રમિકોના ન્યૂનતમ વેતન એટલેકે, મજૂરીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે શ્રમિકો માટે Variable Dearness Allowance  એટલેકે, VDA સંશોધન કર્યું છે અને તેમને મળતા ન્યૂનતમ વેતન એટલેકે, મજૂરીના પૈસામાં વધાર્યો કર્યો છે. સરકારે મજૂરોની મજૂરી પ્રતિદિન 1,035 કરવાની જાહેરાત કરી છે. જાણો આ જાહેરાત બાદ હવે મજૂરોના હાથમાં દર મહિને કેટલાં રૂપિયા આવશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો હવે કેટલી થઈ ગઈ મજરોની આવક?
કામદાર    દૈનિક    માસિક
અકુશળ     783     20,358
અર્ધકુશળ     868     22,568
કુશળ     954     24,804
ઉચ્ચ કુશળ     1035     26,910
( તમામ રકમ રૂપિયામાં)


સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે દેશના કામદારો, ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના હિતમાં શ્રમિકો માટેના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ (વીડીએ)ને રિવાઇઝ કરીને કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હતો સરકારના આ નવા નિર્ણય પાછળનું કારણ કામદારોની મદદ કરવાનું છે જેથી કરીને તેઓ સતત વધતા જીવન નિર્વહનના ખર્ચને પહોંચી શકે. 


સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ એરિયા એ ના કામદારો જેમાં બાંધકામ, સ્વિપિંગ, ક્લિનિંગ, લોડિંગ અને અનલોડિંગ જેવા અકુશળ કામો છે તેના કામદારોને દૈનિક ૭૮૩ (માસિક ૨૦,૩૫૮ રૂપિયા) વેતન મળશે. અર્ધકુશળ કામદારોને દૈનિક ८६८ (૨૨,૫૬૮), કુશળ કામદારો, ક્લેરિકલ અને વોચ એન્ડ વોર્ડ્સ કામદારોને દૈનિક ૯૫૪ રૂપિયા (માસિક ૨૪,૮૦૪) રૂપિયા જ્યારે ઊચ્ચ કુશળ કામદારોને દૈનિક લઘુત્તમ૧,૦૩૫ રૂપિયા (માસિક ૨૬,૯૧૦ રૂપિયા) વેતન મળશે.