નવી દિલ્હી : વેદાંતા સ્ટીલ લિમિટેડ (Vedanta Limited) ઝારખંડમાં 45 લાખ ટન વાર્ષિક ક્ષમતાનું સ્ટીલ નિર્માણ કરી શકે તેવો પ્લાન્ટ લગાવશે. કંપની આ યંત્ર પર 3થી 4 અબજ ડોલરનું રોકાણ કરશે. વેદાંતા રિસોર્સિઝનાં ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, આ યંત્રની સ્થાનપા હાલમાં જ અધિગ્રહીત ઇલેક્ટ્રોસ્ટીલ્સ લિમિટેડ (ESL) હેઠળ કરવામાં આવશે. ઇસીએલ અંતર્ગત આ નવું સ્ટીલ યંત્ર હશે અને બોકારોમાં તે જ સ્થાન પર જ હશે. આ પ્રકારથી આ જુની યોજનામાં રોકાણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીને પોતાના ગણીને મુસલમાન બની ગયા શ્રીરામના વંશજ: ગિરિરાજ સિંહ...

આશરે 45 લાખ ટનની ક્ષમતા માટે ત્રણ-ચાર અબજ ડોલનરાં રોકાણની સંભાવના છે. વેદાંતા શરુઆતમાં ઇએસએલની 15 લાખ ટનની ક્ષમતાને વધારીને 25 લાખ ટન કરવા માટે 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. નવો પ્લાન્ટ ચાલુ થયા બાદ ઇએસએલની કુલ ક્ષમતા 70 લાખ ટન વાર્ષિક થઇ જશે. જો કે અગ્રવાલે તેના માટે કોઇ સમયસીમા નથી જણાવી. નવા યંત્રથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે 1,20,000 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.


જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ...

અગ્રવાલે કહ્યું કે, અમારી પાસે ESLમાં 2200 એક એકર જમીન છે. અમે જમીનની શોધમાં છીએ. આ અંગે ઝારખંડ સરકારનું વલણ ખુબ જ સહયોગવાળું છે. આ વર્ષે માર્ચમાં ESLની કોર્પોરેટ દિવાળા સંશોધન પ્રક્રિયા હેઠળ વેદાંતાને સફળ આવેદક જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીએ પોતાની પુર્ણ સ્વામીત્વ વાળી વેદાંતા સ્ટાર લિમિટેડ દ્વારા ઇએસએળનું અધિગ્રહણ કરીને નવા રોકાણકારોનાં મંડળની નિયુક્તિ કરી હતી. 


લીબિયામાં વિદેશ મંત્રાલયનાં હેડક્વાર્ટરમાં ISISએ વિસ્ફોટ કર્યો, 3નાં મોત...

અગ્રવાલે કહ્યું કે, આગામી 3 વર્ષમાં વેદાંતા તેલ અને ગેસ, એલ્યુમીનિયમ, જસત અને ચાંદી જેવા ક્ષેત્રોમાં આઠ અબજ ડોલરનું રોકાણ કરશે. તેમણે વૈશ્વિક પેટ્રોલિયમ કંપનીઓ સાથે ભારતમાં રોકાણ કરવા માટે જણાવ્યું. અગ્રવાલે કહ્યું કે, 3 વર્ષમાં વેદાંતા તેલ અને ગેસ, એલ્યુમીનિયમ, જસત અને ચાંદી જેવા ક્ષેત્રોમાં 8 અબજ ડોલરનું રોકાણ કરશે.