veer savarkar not against cow slaughter : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેર થઈ નથી. તે પહેલાં વીર સાવરકરની એન્ટ્રી થઈ ગઈ છે. જોકે આ વખતે આ વીર સાવરકર અંગે નિવેદન કર્ણાટક સરકારના મંત્રીએ આપ્યું છે. જેના પર ભાજપ લાલઘૂમ થઈ ગયું છે. આ નિવેદન બાદ વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે માનહાનિનો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી. ત્યારે કોંગ્રેસના મંત્રીએ શું કહ્યું? જોઈશું આ અહેવાલમાં...


  • મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં વીર સાવકરની એન્ટ્રી

  • કર્ણાટકના મંત્રીએ સાવરકર પર કર્યો બફાટ

  • બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતા હતા વીર સાવરકર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીર સાવરકર એક બ્રાહ્મણ હતા, પરંતુ તે માંસાહારી હતા અને બીફ ખાતા હતા. તેમણે ક્યારેય ગાયના વધનો વિરોધ કર્યો નહોતો. આ વિષય પર તેમનો વિચાર ઘણો આધુનિક હતો. તેમના વિચાર એક રીતે કટ્ટરપંથી હતા, જ્યારે બીજીબાજુ તે આધુનિકતાને અપનાવતા હતા. કેટલાંક લોકો એમ પણ કહે છે કે તે એક બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતા હતા અને તેનો પ્રચાર કરતા હતા.


બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે


  • ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી

  • કર્ણાટક સરકારના મંત્રી વિવાદમાં

  • સાવરકરને ગોમાંસ ખાનારા ગણાવ્યા

  • કર્ણાટકના મંત્રીનું નિવેદન, રાજકીય ઘમાસાણ

  • મંત્રીના આરોપ, ભાજપ થયું લાલઘૂમ

  • મહારાષ્ટ્રમાં ચૂંટણી, સાવરકર પર વિવાદ


કર્ણાટક સરકારના મંત્રીના નિવેદન પર રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો... અને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી. કર્ણાટક સરકારના મંત્રીના વિવાદ પર વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકર મેદાનમાં આવ્યા.. અને તેમણે માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી... 


સાવરકરને વારંવાર બદનામ કરવાની કોંગ્રેસની રણનીતિ છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી રહી છે. પહેલાં રાહુલ ગાંધી આવું કરી રહ્યા હતા. હવે તેમના નેતા નિવેદનબાજી કરી રહ્યા છે. કોંગ્રેસ હિંદુ સમાજને જાતિઓમાં વહેંચીને ચૂંટણી જીતવા માગે છે. આ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિની જેમ છે. સાવરકરના બીફ ખાવાના અને ગો હત્યાનું સમર્થન કરવા અંગેનું બિલકુલ ખોટું છે.


આ તરફ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસના નેતાઓને માનસિક સંસ્થાનમાં જવાની સલાહ આપી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે... તે પહેલાં વીર સાવરકરની એન્ટ્રી થઈ ગઈ છે.. ત્યારે આ મામલાને કોંગ્રેસ કઈ રીતે શાંત કરવાનો પ્રયાસ કરશે?... ભાજપ આ મામલે ચૂંટણીના મેદાનમાં શું કરશે?... તે જોવાનું રહેશે....


કેનેડામાં બેરોજગારીની ડરામણી તસવીરો! એક નોકરી માટે હજારોની ભીડ ભેગી થઈ, આમાં કોને નોકરી મળશે?