નવી દિલ્હી: ગાડી માલિકોએ પોતાની 15 વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે આગામી વર્ષ એપ્રિલથી 5000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે જે હાલના દરની સરખામણીએ આઠ ગણી વધુ છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જૂના વાહનોના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રને રિન્યુ કરાવવા માટે એક નોટિફેકશન બહાર પાડ્યું છે અને આ નવો નિયમ રાષ્ટ્રીય વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીનો ભાગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવહન મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 15 વર્ષથી વધુ જૂની બસ કે ટ્રક માટે ફિટનેસ પ્રમાણપત્રને રિન્યુ કરાવવા માટે આઠ ગણી વધુ રકમની ચૂકવણી કરવી પડશે. 


રામાયણમાં 'લંકેશ'નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન


રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે આપવી પડશે આટલી ફી
એ જ રીતે 15 વર્ષથી વધુ જૂની કારના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવાની ફી હાલ 600 રૂપિયાની સરખામણીએ 5000 રૂપિયા હશે. જૂની બાઈકના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટેની ફી હાલ 300 રૂપિયાની સરખામણીએ 1000 રૂપિયા આપવી પડશે. આ સાથે જ 15 વર્ષથી વધુ જૂની બસ કે ટ્રક માટે ફિટનેસ પ્રમાણપત્રને રિન્યુ કરાવવાની ફી 1500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરવામાં આવી છે. 


નોટિફિકેશન મુજબ આ નિયમોને કેન્દ્રીય મોટર વાહન (23મું સંશોધન) નિયમ, 2021 કહી શકાય અને આ એક એપ્રિલ 2022થી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવાયું છે ફિટેનેસ પ્રમાણપત્ર ખતમ થયા બાદ વિલંબ બદલ પ્રતિદિન 50 રૂપિયાનો વધારાનો ચાર્જ લગાવવામાં આવશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube