નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી-NCRમાં 15 વર્ષથી જૂની પેટ્રોલ કારના રજીસ્ટ્રેશનને રિન્યૂ કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા પસાર કરાયેલા આદેશોને ધ્યાનમાં રાખીને કોર્ટે આવા વાહનના રજીસ્ટ્રેશનના નવીકરણની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું NOC આપવામાં આવશે?
ન્યાયાધીશ સંજીવ સચદેવાએ જણાવ્યું છે કે દિલ્હી સરકારની નીતિ મુજબ, NGT અને સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ પરવાનગી આપવામાં આવી હોય તેવી જગ્યાઓ પર વાહન ટ્રાન્સફર કરવા માટે અરજીકર્તા દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવી શકાય છે.


15 વર્ષ પછી ફરીથી નહીં થાય રજિસ્ટ્રેશન
કોર્ટે જણાવ્યું, "એનજીટી અને સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોને ધ્યાનમાં રાખીને અરજદાર દિલ્હી-એનસીઆરમાં ચાલવાના હેતુ માટે 15 વર્ષ પૂરા થયા પછી પેટ્રોલ વાહનના રજીસ્ટ્રેશનના નવીકરણની માંગ કરી શકે નહીં."


કોર્ટે ફગાવી દીધી અરજી
કોર્ટે અરજદાર દ્વારા માંગવામાં આવેલી રાહત આપવાનો ઇનકાર કરતા અરજી ફગાવી દીધી હતી. કોર્ટનો આદેશ એક વ્યક્તિ તરફથી દાખલ કરવામાં તે અરજી પર આવ્યો, જ્યારે દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોના રજીસ્ટ્રેશનને રિન્યુઅલ કરવા અંગે જાહેર એક નોટિસને મનસ્વી તરીકે રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી.