નવી દિલ્હી : ભારતમાં પબજી મોબાઇલ ગેમ ઝડપથી પોપ્યુલર થઇ રહી છે અને હવે નંબર-1 મોબાઇલ ગેમિંગ એપ બની ચુકી છે. આ ગેમ પાછળનું ગાંડપણ લોકોમાં એટલું છે કે હવે 1થી 1.5 GB ડેટા પણ ઓછો પડી રહ્યો છે. જો કે વેલ્લોર ઇસ્ટિડ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા પબજીની રમત પર પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે. VIT કેમ્પસમાં આ ગેમ રમવા પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવો પ્રાથમિક દ્રષ્ટીએ વિચિત્ર લાગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ હોસ્ટેલર્સને ઇમેલ દ્વારા સ્ટેટમેન્ટ મોકલવામાં આવ્યું છે. જેમાં VITનાં ચીફ ઓફ વોર્ડન્સે લખ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ PUBG જેવી ઓનલાઇ ગેમ રમી રહ્યા છે. જે અમારી નજરમાં આવ્યું છે. તેની પરવાનગી નથી. સતત મનાઇ છતા હોસ્ટેલર્સ ઓનલાઇન ગેમ રમીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમાં તેમની સાથે રહેનારા રૂમ મેટ્સને ઘણી સમસ્યા થાય છે. તેના કારણે સમગ્ર હોસ્ટેલનું વાતાવરણ પણ ખરાબ થઇ રહ્યું છે. 


MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

VITમાં કોઇ પણ પ્રકારની ઓનલાઇન ગેમ અને બેટિંગ સંપુર્ણ પ્રતિબંધિત છે. એટલા માટે ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ સાથે વીઆઇટી કોડ ઓફ કન્ડક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફિઝીકલ ગેમ રમીને પોતાનાં કરિયર પર વધારે મહત્વ આપવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે પબજી ઓનલાઇન ગેમ છે અને તે મલ્ટિપ્લેયર પણ છે. તેમાં એક સાથે અનેક લોકો જોડાઇ શકે છે. ઇન્ટરનેટ વગર આ ગેમ ચાલી નથી શકી. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

આ ગેમને સૌથી પહેલા કોમ્પ્યુટર માટે લાવવામાં આવી હતી. ત્યારથી તે ભારતમાં પોપ્યુલર થઇ શકી નહોતી. જેવી કંપનીએ આ ગેમને મોબાઇલ વેરિયન્ટમાં લોન્ચ કરી તે ઝડપથી યુવાનો વચ્ચે લોકપ્રિય થવા લાગી હતી. હાલમાં યુવાનો વચ્ચે આ ગેમ ખુબ જ લોકપ્રિય છે. આ ગેમ ઓનલાઇન હોવાનાં કારણે તમારી સાથે રહેલા મિત્રની સાથે ચેટ કરીને તેને નિર્દેશ પણ આપી શકો છો.