Shukra Rashi Parivartan 23 May 2022: શુક્રનું રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિ, સુખ-સુવિધાઓ, લવ લાઇફ પર મોટી અસર પાડી શકે છે. 23 મેના રોજ શુક્ર ગ્રહ રાશિ બદલવા જઇ રહ્યો છે. શુક્ર ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ તમામ રાશિઓ પર મોટી અસર પાડશે. શુક્ર ગ્રહ 23 મેથી 18 જૂન સુધી મેષ રાશિમાં રહેશે. આવો જાણીએ શુક્ર ગોચર કઇ રાશિઓ માટે શુભ ફળ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 રાશિવાળા પર વરસશે શુક્રની કૃપા
મેષ: શુક્ર ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ આ રાશિના જાતકોને ખૂબ લાભ આપશે. તેમને કેરિયરમાં ગ્રોથની તક મળશે. નવી જોબ ઓફર મળી શકે છે. પ્રમોશન થઇ શકે છે. ધન લાભ થશે. લવ લાઇફ સારી થશે. જીવનમાં પ્રેમ રોમાન્સ વધશે. 


મિથુન: મેષમાં શુક્ર ગોચર મિથુન રાશિવાળા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. ધન લાભ થશે. આવક વધશે. જીવનમાં ખુશહાલી આવશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે. નવપરણિતોને સંતાન સંબંધ ખુશખબરી મળી શકે છે. 


સિંહ: શુક્રનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકોનો ભાગ્ય મજબૂત કરશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. માન-સન્માન મળશે. કેરિયરમાં મોટી સફળતા હાથ લાગી શકે છે. નવી નોકરી મળી શકે છે. બેરોજગારોની શોધ પુરી થઇ શકે છે. વેપારીને લાભ થશે. કેટલાક જાતકોનું રહેવું અથવા કામ કરવાનું સ્થળ બદલી શકે છે. 


મકર: મકર રાશિના જાતકોને શુક્રનું મેષ રાશિમાં ગોચર જીવનમાં ઘણા સુખદ ફેરફાર લાવશે. જે લોકો પ્રેમમાં છે. તે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. મેરિડ કપલ્સના જીવનમાં પણ ખુશીઓ રહેશે. ઘર ગાડી ખરીદવા માટે આ સમય સારો છે. આવક વધી શકે છે. 


કુંભ: કુંભ રાશિવાળા માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ રહેશે. તેમને જોબમાં પ્રમોશન મળી શકે છે. એવામાં લોકો જે ગ્લેમર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તેમના માટે આ સમય વિશેષ શુભ રહેશે. કોમ્યુનિકેશન સારું રહેશે. લોકો પર સારી ઇંપ્રેશન જમાવી શકે ચેહ. મુસાફરીનો યોગ છે. 


(Disclaimer: આ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતા નથી. ) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube