VIDEO: કિરણ બેદી અને AIADMK ધારાસભ્યની વચ્ચે મંચ પર બોલાચાલી
પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને અન્નાદ્રમુક ધારાસભ્ય અનબાલાગનની વચ્ચે મહાત્માગાંધી જયંતી પ્રસંગે આયોજીત એક સરકારી કાર્યક્રમમાં મંચ પર જ બોલાચાલી થઇ ગઇ
નવી દિલ્હી : પુંડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને એઆઇડીએમકેના ધારાસભ્ય એનબાલાગનની વચ્ચે મહાત્મા ગાંધીની જયંતી પ્રસંગે આયોજીત એક સરકારી કાર્યક્રમ દરમિયાન જ મંચ પર બોલાચાલી થઇ ગઇ હતી. આ બોલાચાલી તેવા સમયે ચાલુ થઇ ગઇ હતી જ્યારે અનબાલાગન ભાષણ આપી રહ્યા હતા.
આ કાર્યક્રમ ગાંધી જયંતીના દિવસે પુડુચેરીમાં ખુલ્લામાં સૌચતી મુક્ત જાહેર કરવા માટે આયોજીત કરવામાં આવ્યો હતો. આ બોલાચાલીનો વીડિયો હાલ સોશયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. અન્નાદ્રમુકનાં ધારાસભ્યએ કિરણ બેદીની વિરુદ્ધ યોગ્ય ફોરમમાં ફરિયાદ કરવાની વાત કરી છે. જો કે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે તેઓ પોતનાં ભાષણ દરમિયાન કિરણ બેદી સાથે બોલાચાલી કરવા લાગ્યા અને કિરણ બેદીએ પહેલા તેમનાં આગળ હાથ જોડ્યા ત્યાર બાદ ત્યાંથી જતા રહેવા માટે ઇશારો કર્યો.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ઉપરાજ્યપાલની વચ્ચે અવારનવાર થતી રહેલી બોલાચાલીની જેમ જ પુડુચેરીમાં પણ ઉપરાજ્યપાલ અને દારાસભ્યોની વચ્ચે અધિકારનાં મુદ્દે બોલાચાલીનાં સમાચારો સંભળાયા કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે એમએલએ અનબાલાગન પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓ ઘણા મુદ્દે પુડુચેરી તંત્રની નિંદા કરી રહ્યા હતા, ત્યારે જ કથિત રીતે તેમની માઇકની સ્વિચ બંધ કરી દેવામાં આવી. ત્યાર બાદ તેઓ કિરણ બેદી સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. તેમનો દાવો છે કે કિરણ બેદીનાં કહેવા અંગે જ આવું કરવામાં આવ્યુ અને આ જ કારણે તેઓ રાજ્યપાલની સાથે વિવાદ કરવા લાગ્યા હતા.
જો કે આ ઘટના બાદ સ્પષ્ટતા કરતા કિરણ બેદીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ધારાસભ્યનું માઇક તેવા સમયે બંધ કરવું પડ્યું જ્યારે તેઓ પોતાનાં ભાષણની સમય સીમાની અંદર પુરુ કરવાની અપીલ કરવા છતા પણ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેઓને અપીલ કરવા છતા પણ તેઓ માન્યા નહી અને બુમો પાડવા લાગ્યા હતા. મે અગાઉ પણ આવું કરતા જોયા છે. આયોજનનો ઇરાદો પુડુચેરીને ઓડીએફ બનાવવા માટે સારુ કામ કરનારા લોકોને પુરસ્કૃત કરવાનો હતો.