નવી દિલ્હી : બહુ ચર્ચિત એવા ગુજરાતના સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટરમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર અને એજન્સીઓને આ કેસની તપાસ માટે આકરી મહેનત કરી છે. 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પરંતુ કોઈ પણ પ્રકારના સબૂત સામે આવ્યા નથી. ત્યારે કોર્ટે આ સાથે જ તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે. 13 વર્ષ જૂના આ કેસનો ચુકાદો આવતા ભારતીય રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગત 5 ડિસે્બરે આ મામલાની સુનવણી પૂરી થઈ હતી. વર્ષ 2005ના આ મામલામાં 22 લોકો નિર્ણયની રાહ જોઈને બેસ્યા હતા, જેમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે. 


કોર્ટના ચૂકાદાને પગલે પૂર્વ IPS ઓફિસર ડી જી વણઝારાએ આપ્યું મોટું નિવેદન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ અનુસાર, આતંકવાદીઓ સાથે સંબંધ રાખનાર કથિત ગેંગસ્ટર શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી પ્રજાપતિનું ગુજરાત પોલીસે એ સમયે અપહરણ કર્યું હતું, જ્યારે તે લોકો 22 અને 23 નવેમ્બર 2005ની રાત્રે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલીમાં જઈ રહ્યા હતા. શેખની 26 નવેમ્બર, 2005ના રોજ અમદાવાદની કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. તેની પત્નીને તેના ત્રણ દિવસ બાદ મારવામાં આવી હતી અને તેના મૃતદેહને સગેવગે કરાયો હતો. વર્ષ બાદ 27 સપ્ટેમ્બર, 2006ના રોજ પ્રજાપતિની ગુજરાત અને રાજસ્થાનની પોલીસે ગુજરાત-રાજસ્થાનની બોર્ડ પર ચાપરીમાં કથિત એન્કાઉન્ટરમાં ગોળી મારી હતી. આ મામલે 210 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 92 ફરી ગયા હતા.