નવી દિલ્હી : આજ સુધી બ્લેક હોલ માત્ર એક થીયરી પર જ હતું, પરંતુ તેના માટે કોઇ તસ્વીર સામે આવી હતી. સમયાંતરે આ થિયરી પર વિવિધ પ્રકારનાં સવાલો અને તર્ક વિતર્ક કરવામાં આવતા રહે છે. જો કે હવે બ્લેક હોલની તસ્વીર પણ વિશ્વ સમક્ષ આવી ચુકી છે. ખગોળવિદોએ (Astronomers) એ બ્લેક હોલની પહેલી તસ્વીર લીધી છે. બ્લેક હોલ આશરે 500 મિલિયન ટ્રિલિયન કિલોમીટરના અંતર પર સ્થિત છે, જેને આઠ અલગ અલગ ટેલિસ્કોલની મદદથી તસ્વીરમાં કેદ કરવામાં આવ્યું છે. બ્લેક હોલ M87 ગેલેક્સીનો હિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની બાયૉપિક ઉપરાંત NAMO TV પર પણ ECએ પ્રતિબંધ લાદ્યો

વૈજ્ઞાનિકોનાં અનુસાર આ બ્લેક હોલ સોલર સિસ્ટમથી અનેક ગણુ મોટુ છે. તેનો ભારત સુર્યનાં ભારથી 6.5 બિલિયન (અબજ) ગણુ મોટુ છે. વૈજ્ઞાનિકોનું માનવું છેકે આ સૌથી મોટો બ્લેક હોલ હોઇ શકે છે.  આકારની વાત કરીએ તો તે પૃથ્વીનાં આકારથી 30 લાખ ગણી વધારે મોટી છે. જો કે વૈજ્ઞાનિકો દ્વારા જે પ્રકારે આ બ્લેક હોલની તસ્વીર શોધી કાઢવામાં આવી છે તે સીમાચિન્હ રૂપ છે. આ તસ્વીર આગામી સંશોધનો માટે પણ ખુબ જ કામમાં આવે તેવી શક્યતા છે.