નવી દિલ્હી: દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં નિધન થઇ ગયું. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અંગત ગણાતા હતા. તેમના નિધન પર ઘણા રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું છે. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહ્યા. 1993 થી 1996માં કેંદ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા. 


કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ટ્વીટ કરીને લખ્યું- કેપ્ટન સતીશ શર્માના નિધન વિશે સાંભળીને દુખી છું. પોતાના નાના સાથીઓ માટે તેમનો વ્યવહાર હંમેશા પ્રોત્સાહિત કરનાર રહ્યો. તેમને યાદ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube