મુંબઈઃ વરિષ્ઠ મરાઠી અભિનેતા રમેશ ભાટકરનું સોમવારે કેન્સર ડેના દિવસે કેન્સરની બિમારીથી જ  નિધન થઈ ગયું હતું. તેઓ 70 વર્ષના હતા અને છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડિતા હતા. તેમણે અહીં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયવંત વાડેકરે પીટીઆઈને માહિતી આપતા જણાવ્યું કે, "તેમણે કેન્સરનો ઘણી જ હિંમત સાથે સામનો કર્યો હતો. જોકે, છેલ્લા એક મહિનાથી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમને શરીરમાં ભારે દુઃખાવો થતો હતો અને અમે સૌ તેમની તબિયતથી ચિંતિત હતા. છેલ્લા 15 દિવસથી તેમને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા."


આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને


મોડી રાત્રે 10.30 કલાકે રમેશ ભાટકરના શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


રમેશ ભાટકરે ટીવી ધારાવાહિક 'કમાન્ડર' અને 'હેલો ઈન્સ્પેક્ટર' જેવી ધારાવાહિકોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લા 30 વર્ષથી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે કાર્યરત હતા. તેમની જાણીતી ફિલ્મોમાં 'આઈ પાહિજે', 'કુછ તો હૈ' અને 'ભાવેશ જોશી સુપરહીરો'.


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...