નવી દિલ્હી: પૂર્વ સેના પ્રમુખોએ સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉપયોગને લઈને રાષ્ટ્રપતિને લખાયેલા પત્રને ખોટો ઠેરવ્યો છે. પૂર્વ સૈનિકોએ કહ્યું કે સેનાના રાજનીતિક ઉપયોગ સંબંધિત પત્ર રાષ્ટ્રપતિને લખ્યો નથી. અત્રે જણાવવાનું કે કેટલાક અહેવાલ મુજબ એક પત્રમાં સેનાના 8 પૂર્વ પ્રમુખો અને અન્ય 148 પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ થવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ર પર જે લોકોના હસ્તાક્ષર છે તેમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝ, જનરલ(સેવાનિવૃત્ત) શંકર રોય ચૌધરી અને જનરલ (સેવાનિવૃત્ત) દીપક કપૂર, ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) એનસી સૂરી સામેલ છે. 


જો કે પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝે આ પ્રકારના કોઈ પણ પત્ર અંગે ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'સર્વિસ દરમિયાન અમે જે પણ સરકાર હોય તેના આદેશને ફોલો કરીએ છીએ, સેનાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા હોતા નથી, કોઈ કશું પણ કહી શકે છે અને તેને ફેક ન્યૂઝ બનાવીને વેચી શકે છે. જેમણે આ બધુ લખ્યું છે તે લોકો કોણ છે તે હું જાણતો નથી.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...