લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારે જનસંખ્યા નિયંત્રણ નીતિ 20202-30 રજુ કરી છે. રાજ્ય વિધિ આયોગ તરફથી તૈયાર કરવામાં આવેલા આ વિધેયકમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી યોજનાઓ અને નોકરીઓમાંથી બહાર કરવાનો પ્લાન છે. જો કે તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તેનાથી વસ્તીના પ્રમાણમાં (population ratio) અસંતુલન પેદા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીએચપીએ બિલના બીજા ભાગ પર સવાલ ઉઠાવ્યા
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ જનસંખ્યા નિયંત્રણ બિલના બીજા ભાગ પર સવાલ ઊભા કર્યા છે. જેમાં ફક્ત એક બાળક પેદા કરનારા દંપત્તિને વધુ લાભ આપવાની જોગવાઈ છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોકકુમારે કહ્યું કે અમે જનસંખ્યાને લઈને કાનૂન લાવવાના સરકારના પગલાંનું સ્વાગત કરીએ છીએ, કારણ કે જનસંખ્યામાં વધારો સમગ્ર દેશમા એક વિસ્ફોટ જેવો છે. સમગ્ર સમાજમાં જનસંખ્યા વધારાને નિયંત્રિત કરવા માટે લઈને સહમતિ છે. 


Zydus Cadila ની કોરોના રસીને DCGI ની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે


'એક બાળકની નીતિથી નકારાત્મકતા વધશે'
આલોકકુમારે વધુમાં કહ્યું કે 'બિલનો બીજો ભાગ હિન્દુ અને મુસ્લિમ વસ્તી પ્રમાણમાં અસંતુલન પેદા કરશે. જેમાં ફક્ત એક બાળકવાળા દંપત્તિને લાભ આપવાની વાત કરાઈ છે. સરકારે તેના પર ફરીથી વિચાર કરવો જોઈએ. કારણ કે તે જનસંખ્યામાં નકારાત્મક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.'


UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'


રાજ્ય વિધિ આયોગે તૈયાર કર્યો છે ડ્રાફ્ટ
ઉત્તર પ્રદેશની યોગી સરકારના જનસંખ્યા નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ રાજ્ય વિધિ આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ કાયદામાં ફેરવાય તો યુપીમાં ભવિષ્યમાં જેમના 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી મળશે નહીં. આ ઉપરાંત એવા લોકો ક્યારેય ચૂંટણી લડી શકશે નહીં અને તેમને સરકારી યોજનાઓનો પણ લાભ મળી શકશે નહીં. આ અગાઉ આદિત્યનાથ મિત્તલે જ લવ જેહાદ કાયદાનો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube