નવી દિલ્હીઃ 25 નવેમ્બરે અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં વીએચપી મોટી રેલી કરવાની તૈયારીમાં છે. રામમંદિર નિર્માણ માટે સરકાર પર દબાણ વધારવું રેલીનો મુખ્ય ઉદ્દેશ છે. 25 નવેમ્બરે ઉત્તર ભારતમાં અયોધ્યા, મધ્યમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરૂમાં કેન્દ્ર બનાવીને રેલી કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી સંતોની ઉચ્ચધિકાર સમિતિની બેઠકમાં દેશભરમાં આવી રેલીઓ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. વીએચપીના મહામંત્રી સુરેન્દ્ર જૈન પ્રમાણે આ રેલીઓમાં 5 થી 10 લાખ સંત અને રામ મંદિર સમર્થકો ભેગા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીએચપી રેલીના માધ્યમથી સરકાર પર દબાવ વધારવાની રણનીતિ મુજબ 9 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશવ્યાપી રેલી કરશે. આ રેલી સંસદના શઇયાળુ સત્ર પહેલા દિલ્લીના રામલીલા મેદાનમાં આયોજીત કરવામાં આવશે. વીએચપીના પિતૃ સંગઠન આરએસએસ તરફથી રામમંદિર નિર્માણ માટે કાયદો કે અધ્યાદેશ લાવવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલમાં મુંબઈમાં થયેલી આરએસએસની દિવાળી બેઠક દરમિયાન આરએસએસના સરકરવાહ ભૈયાજી જોશીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કાયદાનો માર્ગ અપનાવવાની વાત કરી હતી. 


આરએસએસના વિચારક અને ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહ રામ મંદિર નિર્માણ પર પ્રાઇવેટ મેંબર બિલ લાવવાની વાત કરી ચુક્યા છે. સરકાર તરફથી પણ સતત રામમંદિર નિર્માણ પર કાયદો કે અધ્યાદેશ લાવવાના સંકેત મળી રહ્યાં છે પરંતુ સ્થિતિ સ્પષ્ટ ન થવાને કારણે વીએચપી અને સંત સમાજ સરકાર પર સતત દબાવ બનાવી રાખવા ઈચ્છે છે. સંસદના શિયાળુ સત્ર પહેલા દિલ્હીમાં વીએચપીની મોટી રેલીનું આયોજન કરીને સરકારને જણાવવા ઈચ્છે છે કે સરકાર રામમંદિર નિર્માણ પર કાયદો કે અધ્યાદેશ લાવે. 


વીએચપી રામમંદિર નિર્માણ માટે દેશભરના દરેક જિલ્લામાં રેલીઓ કરશે, આ સાથે સંત સ્થાનિક નાગરિકોની સાથે સાંસદોને ઘેરશે અને તેના રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવા માટે હસ્તાક્ષર કરાવશે. હાલમાં ચૂંટણીના મોહલમાં વીએચપી રામમંદિર નિર્માણની માંગ અને આંદોલનમાં તેજી લાવવાનો પ્રયાસ કરી રહી છે.