વાઇસ એડમિરલ કરમબીર સિંહ બનશે દેશનાં 24માં નૌસેના પ્રમુખ
વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાના આગામી પ્રમુખ હશે, આગામી એડમિરલ કરમબીર સિંહ વિશાખાપટ્ટનમ નૌસેન્ય કમાનનાં ફ્લેગ ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્યરત છે
નવી દિલ્હી : વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાના આગામી પ્રમુખ હશે. હાલમાં વાઇસ એડમિરલ કરમબીર સિંહ વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌસેના કમાનનાં ફ્લેગ ઓફીસર કમાંડિંગ ઇન ચીફ તરીકે કાર્યરત છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ શનિવારે ભારતીય નૌસેનાનાં ટોપનાં અધિકારીની નિયુક્તિની માહિતી આપી. કરમબીર સિંહ એડમીરલ સિંહ સુનીલ લાંબાનું સ્થાન લેશે. તેઓ 31 મેના રોજ સેવાનિવૃત થઇ રહ્યા છે. એડમિરલ સુનીલ લાંબાએ પોતાનાં 3 વર્ષનાં કાર્યકાળની શરૂઆત મે 2016માં કરી હતી.
લોકસભા 2019: ભાજપની ચોથી યાદીમાં વધારે 11 લોકસભા ઉમેદવારો જાહેર
વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસૈનાના 24માં પ્રમુખ હશે. કરમબીર સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલાનાં પૂર્વ છાત્ર રહ્યા છે. તેઓ જુલાઇ 1980માં ભારતીય નૌસેના સાથે જોડાયા. એનડીએમાં આવતા પહેલા તેમણે મહારાષ્ટ્રનાં બાર્નેસ સ્કુલ, દેવલાલીથી સ્નાતક કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુળ રીતે જાલંધર રહેનારા કરમબીર સિંહનું શિક્ષણ દેશનાં અનેક શહેરોમાં થઇ કારણ કે તેમના પિતા પોતે ભારતીય વાયુસેના (IAF) હતા અને વિંગ કમાન્ડર તરીકે સેવાનિવૃત થયા હતા.
સાઉથ ઇન્ડિયાનાં સૌથી અમીર રાજનેતા, જાહેર કરી 895 કરોડ રૂપિયાની સંપત્તી !
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ચાંદબીબી, ફાઇટર જહાજ આઇએનએસ વિજયદુર્ગ (મિસાઇલ શિપ) ઉપરાંત આઇએનએસ રાણા અને આઇએનએસ દિલ્હી જેવા 4 મોટા અને ખુબ જ મહત્વનાં જહાજ તેમના નિયંત્રણમાં રહ્યા છે. તેઓ એક હેલિકોપ્ટર પાયલોટ છે અને ચેતક તથા કામોસ પણ ઉડાવી ચુક્યા છે.