નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદોએ સોમવારે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂને વિદાય આપી. વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ફેરવેલ સ્પીચ આપતા ભાવુક થઈ ગયા હતા. વેંકૈયા નાયડૂએ કહ્યુ કે, જ્યારે મને પાર્ટી છોડી ઉપરાષ્ટ્રપતિની જવાબદારી આપવામાં આવી તો તે મારા માટે ભાવુક ક્ષણ હતી. જે દિવસે પ્રધાનમંત્રીએ મને જણાવ્યું કે મારે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવાનું છે, ત્યારે મારી આંખમાં આંસુ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે મેં આ પદ માટે કહ્યું નહોતું. પાર્ટીએ જનાદેશ આપ્યો હતો, મેં તેના માટે બાધ્ય થઈને રાજીનામું આપવું પડ્યું. તે સમયે આંખોમાં આંસુ હતા કારણ કે મારે પાર્ટી છોડવી પડી. રાજ્યસભાના સભાપતિએ આગળ કહ્યુ કે આપણી એટલે કે ઉપલા ગૃહની મોટી જવાબદારી છે. આખી દુનિયા ભારતને જોઈ રહી છે, ભારત આગળ વધી રહ્યું છે. હું રાજ્યસભા સાંસદોને શાલીનતા, ગરિમા અને મર્યાદા બનાવી રાખવાની અપીલ કરૂ છું જેથી ગૃહની છબિ અને સન્માન બન્યું રહે. હું બધી પાર્ટીઓને કહીશ કે લોકતંત્રનું સન્માન કરે. 


Maharashtra Cabinet Expansion: શિંદે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર કાલે, 20થી વધુ મંત્રી લઈ શકે છે શપથ


11 ઓગસ્ટે નવા ઉપરાષ્ટ્રપતિનો શપથ સમારોહ
પીએમ મોદીએ કહ્યુ કે તમારા વન લાઇનર બાદ કંઈ કરવાની જરૂર રહેતી નથી. તમારો દરેક શબ્દ સાંભળવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે, સન્માનિત કરવામાં આવે છે અને ક્યારેય કાઉન્ટર કરવામાં આવતો નથી. નોંધનીય છે કે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. નવા ઉપરાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 11 ઓગસ્ટે યોજાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube