નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ રવિવારે ટ્વિટર પર તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલનીસ્વામીનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં મુખ્ય્માંત્રી પોતાના હાથમાં દાતરડું પકડીને ખેતરમાં કામ કરી રહ્યા છે. નાયડૂ પોતાના મૂળિયા ન ભુલવા માટે પલનીસ્વામીની પ્રશંસા કરી છે. ઉપરાષ્ટ્રપતિએ કૃષિને ફાયદાકારક બનાવવાની જરૂરીયાત પર ભાર મુકતાં કહ્યું કે ''બધાને કૃષિને ફાયદાકારક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. આ સમયની જરૂરિયાત છે.''  


ઉપરાષ્ટ્રપતિઈ રવિવારે ટ્વિટ કર્યું, ''તમિલનાડુના મુખ્યમંત્રી એડાપડ્ડી કે. પલનીસ્વામીને ખેતરમાં કામ કરતાં જોઇને ખૂબ ખુશી થઇ, જે પોતાના મૂળિયા ભૂલી શક્યા નથી. આ પ્રતિકાત્મક થઇ શકે છે, પરંતુ આ લોકોને પ્રેરિત કરે છે. બધાને કૃષિને લાભદાયક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. આ સમયની જરૂરિયાત છે. ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં પલનીસ્વામીએ તેમને કૃષિના વિકાસ અને નીચલા વર્ગના લોકોના ઉત્થાન પર વધુ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube