ચૂંટણીમાં હાર જીત તો રહેવાની, કોંગ્રેસને વિજયની શુભેચ્છા: પીએમ મોદી
પાંચ રાજ્યોમાં મતગણતરી પૂરી થતા જ વડાપ્રધાન મોદી ટ્વિટ કરીને કોંગ્રેસને છત્તીસગઢમાં મોટી વિજય પ્રાપ્ત કરવા અભિનંદન પાઠવ્યા હતા.
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં મતગણતરી પૂરી થતા જ વડાપ્રધાન મોદી ટ્વિટ કરીને કોંગ્રેસને છત્તીસગઢમાં મોટી વિજય પ્રાપ્ત કરવા અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન અને પીએમઓ તરફથી સવારથી સાંજ સુધીમાં કોઇ પણ પ્રકારનું નિવેદન આવ્યું નહોતું. અંતે વડાપ્રધાને ટ્વિટ કરીને ચૂંટણીમાં જીત મેળવવા માટે અભિનંદન આપ્યા હતા. અને કહ્યું હતું, કે હાર જીત તો સંસારનો નિયમ છે.
વધુમાં વાંચો...દેશમાં પરિવર્તનની આંધી, હવે અમારા ઉપર મોટી જવાબદારીઃ રાહુલ ગાંધી
વધુમાં વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે દિવસ અને રાત મહેનત કરી છે. અને હું કાર્યર્તાઓના કામને સલામ કરૂ છું. હાર અને જીતએ સંસારનો નિયમ છે. આજના પરિણામો અમને વિકાસના કામો કરવા માટે આગળ વધારશે.
સાથે જ વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં પણ MNFને જંગી જીત મેળવવા માટે અભિનંદન પાઠાવ્યા હતા. સાથે જ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનની જનતા દ્વારા મળેલા સાથ અને સહકાર બદલ જનતાનો પણ આભાર માન્યો હતો. અને કહ્યું કે આ રાજ્યોમાં ભાજપ સરકારે અવિરત પણે કામ કર્યું છે.