નવી દિલ્હી/ શ્રીનગર: ભારતીય સૈન્યએ ઘૂસણકોરીના એક મોટા ષડ્યંત્રને નિષ્ફળ કર્યું છે. ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયાસ 30 જૂલાઇએ કરવામાં આવ્યો હતો. એલઓસી પાસે કુપવાડા સેક્ટરમાં થયેલી ઘૂસણખોરીના એક નિષ્ફળ પ્રયાસનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની ઘૂસણખોરો ભારત બોર્ડરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA


ભારતીય સૈન્યને આતંકવાદીઓની આ નાપાક હરકતની જાણ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતીય સૈન્ય દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતી. જેના કારણે ઘૂસણખોરો પરત ફરવા મજબૂર બન્યા હતા. જ્યારે સૈન્યને આતંકવાદીઓ વિશે જાણકારી મળી હતી તે સમયે જ સૈન્યએ ફાયરિંગ કર્યું હતું અને આતંકવાદીઓને પરત ફરવા મજબૂર કર્યા હતા. આતંકવાદી એલઓસી બોર્ડર ક્રોસ કરી ભારતીય ચોકી પર હુમલો કરવાના ફિરાકમાં હતા.


આ પણ વાંચો:- અમે જેહાદી તૈયાર કર્યા, તે આતંકી બન્યા, પાકિસ્તાનમાં 50 આતંકી ગ્રુપ હાજર: ઇમરાન ખાન


UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ


સુરક્ષા એજન્સિઓએ શંકા વ્યક્ત કહી હતી કે, ઘૂસણખોર પાકિસ્તાનના વિશેષ સેવા સમૂહના બોર્ડર એક્શન ટીમ (બેટ)ના કમાન્ડો હોઇ શકે છે. ઘટના પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK)માંના હાજીપીર સેક્ચરમાં બની હતી.


આ મહિનાની શરૂઆતમાં સેનાએ હાજીપીર સેક્ટરની પાસે બે પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા હતા. મૃતદેહને પાકિસ્તાની સેના સફેદ ઝંડો દેખાડીને તેમની સાથે લઇ ગઇ હતી. એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, તે ક્ષેત્રમાં પાકિસ્તાને 11 તેમજ 12 સપ્ટેમ્બરની રાત અને ત્યારબાદ 12 તેમજ 13 સપ્ટેમ્બરની રાત્રીએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.


આ પણ વાંચો:- Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી


તેમણે કહ્યું કે, આ ક્ષેત્ર કથિત રીતથી પાકિસ્તાન વિશેષ સેવા સમૂહના જવાનોની પાસે છે. આ ઘૂસણખોરોને બોર્ડરમાં પ્રેવેશ કરવાનો પ્રયત્ન કર્યો જેના કારણે 12 અને 13 સપ્ટેમ્બરની રાત્રીએ વધુ એક પાકિસ્તાની જવાન માર્યો ગયો હતો. ભારતીય સેના તફથી ગ્રેનેડનો હુમલો કરી આ પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...